ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 નવેમ્બર 2021 (17:58 IST)

મારૂતિ ગાડીનુ બુકિંગ શરૂ, માત્ર 11000 આપીને બુક કરાવી લો

મારુતિની કારોને ભારતીય બજારમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. મારુતિ સુઝુકીની અનેક કાર ઓછી રેન્જમાં પણ તમને ઑટોમેટિક ફીચર મળી જશે. તેમાં મારુતિ સુઝુકીની સિલેરિયોની ખૂબજ ડિમાન્ડ છે.
 
મારૂતિ સુઝુકી સેલેરિયો ભારતના રસ્તા પર દોડવા હવે તૈયાર છે. કંપનીએ બુકિંગ શરૂ કરી દીધું છે.  મારૂતિ સુઝુકી સેલેરિયો 11,000 ટોકન સાથે બુક કરાવી શકો છો. મારુતિની કારોને ભારતીય બજારમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. મારુતિ સુઝુકીની અનેક કાર ઓછી રેન્જમાં પણ તમને ઑટોમેટિક ફીચર મળી જશે. 
 
મારૂતિ સુઝુકી સેલેરિયો ફિચર્સ 
 
 Maruti Suzuki Celerioમાં 998ccનું ત્રણ સિલિન્ડરવાળું એન્જીન આપવામાં આવ્યું છે. જે 50 kwની પાવર અને 90 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ છે. તેની એક્સ શોરૂમ કિંમત 5,13,138 રૂપિયા છે