1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ

બારી બારણાંઓનું મહત્વ

બારી બારણાંઓનું મહત્વ
ફેંગશુઇની અંદર ઘરમાં બારી બારણાંઓનાં સ્થાનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.બારી બારણાં ઘરની કઇ જગ્યાએ હોવા જોઇએ, તે કઇ તરફ ખુલવાં જોઇએ વગેરે બાબતોને ખુબ જ સારી રીતે સમજાવી છે. તેમાની કેટલીક ટીપ્સ અહીં આપવામાં આવી છે જે તમારા ઘર માટે ઉપયોગી થઇ શકે છે.

* ઘરનાં દરવાજાઓ એક-બીજાને વિપરીત ખુલવાં જોઇએ.
W.DW.D

* ઘરની અંદર એક જ લાઇનમાં ત્રણ દરવાજાઓ ન હોવા જોઇએ.

* ઘરના દરવાજાની સામે ક્યારેય પણ ઝાડ લગાવવું જોઇએ નહિ.

* ઘરમાં અષ્ટકોણીય બારીઓ ફેંગશુંઇ પ્રમાણે સારી માનવામાં આવે છે.

* રસોડાનાં બારણાંઓ સહેલાઇથી ખુલવાં જોઇએ કારણ કે તે રસોઇ ઘરનો બધો નકારાત્મક પ્રવાહ સુનિશ્ચિત કરે છે.

* રસોડામાં મોટી બારીઓ હોવી જોઇએ જેથી કરીને કુદરતી પ્રકાશ જળવાયેલો રહે.

*દરવાજાઓ કોઇ પણ ખુરશીની નજીક ખુલવાં જોઇએ નહીં.

*બેડરૂમમાં પલંગ પર જે તરફ તમે પગ રાખો છે તેની સામે દરવાજો હોવો જોઇએ નહી.

*તમારાં બાથરૂમ અને ટોયલેટનાં દરવાજાઓ હંમેશા બંધ રાખો કારણ કે તેને લીધે તમારાં ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

* ઘરનાં દરવાજાઓ જેટલાં મોટા હશે તેટલી નકારાત્મક ઉર્જા ઝડપથી બહાર નીકળી શકશે.

* ઘરનાં દરવાજા પર લાલ રંગની સજ્જા રાખવી એ ફેંગશુઇ પ્રમાણે શુભ માનવામાં આવે છે.

* દરવાજાની ઉપર ઘડિયાળ રાખવાથી તે નકારત્મક પરિણામ આપે છે તેથી તેનું સ્થાન તરત જ બદલી લેવું જોઇએ.








About Writer
વેબ દુનિયા