1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

ઓઈલી સ્કીન

ઓઈલી સ્કીન
N.D
ફેસ રેજુવનેટર : ચહેરાને તાજગી અને ઓજસ્વીતા પ્રદાન કરવા માટે આ સૌથી સારી રીત છે. આનાથી ચહેરાની આભામાં વૃદ્ધિ થાય છે અને ઓજસ્વીતા આવવાની સાથે સાથે થકાવટ અને નીરસતાના ચિન્હોથી પણ મુક્તિ મળે છે. આ સેવા લેવાથી કોલેજન અને ઈલાસ્ટીન ઉત્પાદનમાં વધારો થઈને ચહેરાની આભા નિખરી જાય છે જેનાથી ત્વચા વધારે તાજી દેખાય છે. આનાથી જલીકરણમાં વધારો થાય છે અને લોહીનું પરિભ્રમણ પણ વધે છે.

ઓઈલી સ્કીન : જ્યારે ત્વચાની નીચલી પરતમાં ઉપસ્થિત ઓઈલી ગ્રંથીઓમાંથી વધારે સ્ત્રાવ થાય છે ત્યારે તેની ઓઈલી સ્કીન થઈ જાય છે.

ઓઈલી સ્કીન પીતવર્ણીય હોઈ શકે છે અને આંખો તેમજ ગરદનને છોડીને તેમાં દરેક જગ્યાએ મોટા અને પહોળા રોમછિંદ્રો થવાની શક્યતા રહે છે.

આ પ્રકારની ત્વચા માટે પ્રોટીનથી ભરપુર આહાર લો. પરંતુ જેમાં શર્કરા, પ્રવાહી અને મીઠાની માત્રા વધારે હોય તેવ પદાર્થથી બચવું.

તેને માટે તમે લીલી પાંદડાવાળી ભાજી અને ભરપુર માત્રામાં તાજા ફળો ખાવ. વિટામીન બી-2ની ઉણપ ઓઈલી સ્કીન માટે જવાબદાર છે તેથી આખા અનાજ, અંકુરિત અનાજ, શીંગ અને મધ જેવા પદાર્થ લો જેમાંથી વિટામીન બી-2 સરળતાથી મળી રહેશે.

ચિકણી અને ઓઈલી વસ્તુઓથી દૂર જ રહો. ઠંડા પીણા અને ખાંડ, ચોકલેટ વગેરેથી દૂર રહો.