Festival Posters
✕

દિવાળી ટાણે મોંઘવારીનો માર: અમદાવાદમાં અદાણી CNGના ભાવ ₹100 ને પાર, પ્રતિ કિલો ₹2.30 નો વધારો

Updated: ગુરુવાર, 5 નવેમ્બર 2026 (11:28 IST)
CNG Price Hike
દિવાળીના તહેવાર પહેલા અમદાવાદના વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.2.30 નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવવધારા સાથે અમદાવાદમાં અદાણી CNGનો દર રૂ.100.77  પ્રતિ કિલો પહોંચી ગયો છે, એટલે કે હવે CNGની કિંમતે ઐતિહાસિક ₹100 ની સપાટી વટાવી દીધી છે. 
ALSO READ: Dhanteras 2026- ધનતેરસ પૂજા સામગ્રી / Dhanteras puja samagri list

પખવાડિયાના ગાળામાં જ ફરી ભાવ વધારાયા

 
 અદાણી CNGનો અગાઉનો ભાવ રૂ.98.47  પ્રતિ કિલો હતો, જેમાં રૂ.2.30 નો વધારો થતાં નવો ભાવ રૂ.100.77 પ્રતિ કિલો થયો છે. અગાઉ 23  ઓક્ટોબરે પણ ભાવ વધારાનો ઝટકો મળ્યો હતો, ત્યારે ટૂંકા સમયમાં ફરી થયેલા આ વધારાના કારણે વાહનચાલકોના દૈનિક ઇંધણ ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. 
ALSO READ: રામવાડીમાં આગ બાદ કારના CNG સિલિન્ડરમાં જોરદાર ધડાકો: બ્લાસ્ટની ઝપેટમાં આવતા અનેક લોકો ઇજાગ્રસ્ત

સામાન્ય જનતા અને રોજિંદા મુસાફરો પર સીધી અસર

 
તહેવારોના સમયે થયેલા આ ભાવવધારાની સીધી અસર ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા નોકરિયાતો, વેપારીઓ તેમજ ઓટોરિક્ષા અને ટેક્સીચાલકો પર પડશે. ઇંધણના દરો વધતાં પરિવહન ખર્ચ વધશે, જેને પગલે આગામી સમયમાં રિક્ષા અને ટેક્સી ભાડાંમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે

વધુ જુઓ..

દિવાળીની મીઠાઈ માટે પરફેક્ટ ચાસણી બનાવવાની સરળ રીત, આ ટિપ્સ ખાસ યાદ રાખો!

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

Sofa Cleaning Tips- ભારે મશીનરી વગર ગંદા સોફા કવર ચમકતા અને સ્વચ્છ રહેશે, આ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરો

ઊંધિયું બનાવવાની રીત

શુ અલ્કલાઈન વોટર પીવાથી પેટ સાફ થાય છે ? જાણો શુ કહે છે ડોક્ટર

વધુ જુઓ..

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

આગળનો લેખ
Show comments