વિમાન યાત્રા સાથે જોડાયેલ આ 9 વાતો વિશે શુ આપ જાણો છો ?
વર્તમાન સમયમાં વિમાન યાત્રા કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. અંદાજે કોઈપણ સમયે હવાઈ યાત્રા કરનારા લોકોની સંખ્યા દસ લાખની આસપાસ હોય છે.
બીબીસી ફ્યૂચર તમારી હવાઈ યાત્રાને સ્માર્ટ બનાવવા માટે કેટલાક તથ્ય રજુ કરી રહ્યુ છે. આ નવ તથ્યોમાં કેટલાક તો તમને ખૂબ જ ચોંકાવી દેશે.
1. હવાઈ મથક પર સુરક્ષા માટે લાગેલ બૉડી સ્કૈનર દ્વારા સુરક્ષા કર્મચારીઓને તમારુ નગ્ન શરીર નહી દેખાય. ખૂબ વિવાદ પછી હવે દુનિયાભરના એયરપોર્ટ પર લાગેલા સ્કેનરને સુધારાવામાં આવી ચુક્યુ છે.
2. એયરબસ એ380 એકવારમાં 853 મુસાફરોને લઈ જઈ શકે છે. આ જહાજ એટલુ મોટુ છે કે લંડન સ્થિત હીથ્રો જેવા એયરપોર્ટને નવેસરથી તૈયાર કરવામાં આવ્યુ છે.
3. જરૂર પડતા વિમાન એકદમ લાંબી ઉડાન ભરી શકે છે. એકદમ વર્ટિકલ અંદાજમાં. કારણ કે હવે હવાઈ જહાજોમાં એક વધારાનુ એંજિન હોય છે. જો કે આવી ઉડાનનુ ચલણ વ્યવસાયિક ઉડોનોમાં નથી કરવામાં આવતુ. પણ આવુ જ્યારે ઈચ્છે ત્યારે થઈ શકે છે.
4. ટેસ્ટ ઉડાનો દરમિયાન હવાઈ જહાજના ડૈને 90 ડિગ્રીથી વાળી શકાય છે. જો કે આનાથી સમતુલન થોડુ બગડી જરૂર જાય છે.
5. કેટલક એયરપોર્ટ પર ડિઝાઈનરોએ લોકોના વ્યવ્હાર પર નિયંત્રણ કરવાની કોશિશ શરૂ કરી પ્રસ્રથાન દરવાજા પર બેસવાની વ્યવસ્થા આ જ કોશિશોનુ પરિણામ છે. તમને અહી લિમિટેડ સીટ મળશે.
6. હવાઈ યાત્રા દરમિયાન આપણો સ્વાદ બદલાય જાય છે. એયરલાઈંસમાં આપવામાં આવેલ ભોજનમાં વધુ મીઠાનો પ્રયોગ કરવામાં આવે છે. પણ દબાણ વધુ હોવાને કારણે આપણને સ્વાદમાં તેની જાણ થતી નથી.
7. તમને વિશ્વાસ નહી થાય. પણ હવાઈ યાત્રા દરમિયાન લોકો વધુ ગેસ પાસ કરે છે. જેને કારણે હવાઈ જહાજમાં દુર્ગંધને ઓછી કરવા માટે ચારકોલ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.
8. વિમાન યાત્રાથી થનારા થાકથી બચવા માટે યાત્રા કરતા પહેલા જ તમારે નવા ટાઈમ-જોનની તૈયારી કરવી જોઈએ.
9. છેલ્લા કેટલાક સમયથી થયેલ હાઈ-પ્રોફાઈલ હવાઈ દુર્ઘટનાઓ છતા આંકડાના હિસાબે હવાઈ યાત્રા કરવી વર્તમાન દિવસોમાં સૌથી સુરક્ષિત છે.
(સાભાર - બીબીસી)
