Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

HDFC Bank ની આ પહેલે ગુજરાતના 30 લાખથી વધુ લોકોના જીવનમાં લાવ્યું પરિવર્તન

Updated: શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (21:37 IST)
સામાજિક પહેલ માટેના એચડીએફસી બેંકના પ્રમુખ કાર્યક્રમ #Parivartanએ વર્ષ 2020-21માં ગુજરાતના 30.4 લાખથી પણ વધુ લોકોના જીવનમાં પરિવર્તન લાવી દીધું છે. આ કાર્યક્રમ મારફતે બેંક વલસાડ, નવસારી, તાપી, મહિસાગર, નર્મદા, સાબરકાંઠા, ખેડા, ગીર સોમનાથ, આણંદ, ભાવનગર, ગાંધીનગર અને પંચમહાલના 12 જિલ્લાના 116 ગામ સુધી બેંક પહોંચી શકી હતી. 
 
#Parivartanનો ઉદ્દેશ્ય દેશના આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગોની વૃદ્ધિ, વિકાસ અને સશક્તિકરણ કરીને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે.  એચડીએફસી બેંકે #Parivartan મારફતે ₹634.91 કરોડ રાષ્ટ્રીય સ્તરે ખર્ચ્યા હતા અને આ સાથે જ તે વર્ષ 2020-21માં સીએસઆર પાછળ નાણાં ખર્ચનારી ભારતની સૌથી મોટી સંસ્થા બની ગઈ હતી. આ રકમ ગત વર્ષની સરખામણીએ 18.5% વધારે છે.
 
 એચડીએફસી બેંકના બ્રાન્ચ બેંકિંગના હેડ –ગુજરાત થોમસન જૉસે જણાવ્યું હતું કે, ‘અમે વિવિધ સહભાગીદારીઓ મારફતે સ્થાયી ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કટિબદ્ધ હોઈ અમે સમુદાયોના વિકાસ અને પ્રગતિ કરવા માંગતા કાર્યક્રમોને ઓળખી કાઢીએ છીએ અને તેને સમર્થન પૂરું પાડીએ છીએ. બેંક, સીએસઆર વિભાગ અને સહભાગી એનજીઓ વચ્ચેની ટીમો જે ક્ષેત્રો, સ્થળો અને લોકો સાથે ભેગા મળીને કામ કરવાનું છે, તેમને ઓળખી કાઢવા માટે નિકટતાપૂર્વક કામ કરે છે. 
 
તે અમને સૌથી મહત્ત્વના મુદ્દા પર કામ કરવામાં મદદરૂપ થાય છે. અમારા કાર્યક્રમોની પ્રકૃતિ સાકલ્યવાદી હોવા છતાં કૌશલ્યની તાલીમ અને આજીવિકા વધારવાની વિવિધ પહેલથી રાજ્યમાં સૌથી વધુ લોકો લાભાન્વિત થયાં છે, જેણે રાજ્યમાં 41,980 મહિલા ઉદ્યમીઓને આજીવિકા પૂરી પાડી હતી તથા આર્થિક સાક્ષરતા અને સમાવેશનના 75,610થી વધુ કેમ્પ આયોજિત કર્યા હતાં, જેના પરિણામે 5.3 લાખ લોકો લાભાન્વિત થયાં છે.’
 
એકીકૃત વાર્ષિક રીપોર્ટમાં સ્થિરતાનું તત્ત્વ ગરીબીને ઘટાડવા, ભૂખમરાંને નાબુદ કરવા, સ્વચ્છ પાણી અને સ્વચ્છતા પૂરાં પાડવા, ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા અને સ્થાયી શહેરો અને સમુદાયોનું નિર્માણ કરવા માટે કામ કરવા સમુદાયોને સાંકળીને બેંક દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યોને રેખાંકિત કરે છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

સરાયા બનવાની છે મોટી બહેન, કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે ગૂંજશે કિલકારી, નાના કપડા બતાવીને આપી ખુશખબરી

ગુજરાતી જોક્સ - ચૂલો નહીં સળગાવાય.

ગુજરાતી જોક્સ - કોઈ ફરક નથી પડતો

Drishyam 3 Review: રોમાંચક છે વિજય સાલગાંવકરની અંતિમ લડાઈ, પરંતુ નવા પોલીસ અધિકારીના રોલમાં ફીકા પડ્યા જયદીપ અહલાવત

દ્રશ્યમ 3 - શુ ધુરંધર 2 ને પાછળ છોડશે ફિલ્મ ? એડવાંસ બુકિંગમાં કરી બંપર કમાણી, કરોડોની ઓપનિંગ પર નજર

આગળનો લેખ
Show comments