શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (12:50 IST)

આણંદમાં 2013માં મકાન બનાવવા પ્લોટ ખરીદ્યો, બિલ્ડરને પૈસા ચૂકવ્યા બાદ પૂરતા દસ્તાવેજ ના મળતાં લોન કેન્સલ થઈ

આણંદ જિલ્લામાં રહેતા એક વ્યક્તિ એ પોતાના ઘર માટે એક પ્લોટ લીધો હતો. જેમાં બિલ્ડરને જ બાંધકામ માટે તે પ્લોટ પર કામ સોંપવાનું નક્કી કર્યું હતું. જેમાં બિલ્ડરે તમામ બાબત સમજાવી તેમને અમુક રકમ સુધીનું કોટેશન આપ્યું હતું. જેમાં આ વ્યક્તિએ બિલ્ડરને 2013માં બાંધકામ અને જમીનના પ્લોટ પેટે  5 લાખ 21 હજાર રૂપિયા આપ્યા હતા. આ વ્યક્તિને બીજી રકમની લોન કરવાવાની હતી. જેથી તેમણે બેંકમાં આ માટેની અરજી કરીને પ્રોસેસ કરી હતી.
 
કન્ઝ્યુમર કોર્ટમાં બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરી હતી
જ્યારે તેમની લોનમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગયા ત્યાં બેંકે કહ્યું કે આમાં જમીન ના નકશા અને દસ્તાવેજ ના ડોક્યુમેન્ટ અપૂરતા છે તમે એ લાવશો તો જ લોન મળશે.આ વ્યક્તિ એ બિલ્ડર ને કહ્યું પણ તેને ડોક્યુમેન્ટ આપવાનો ઇનકાર કર્યો જેથી લોન રિજેક્ટ થઈ ગઈ હવે આ વ્યક્તિ એ જ્યારે પોતાના આપેલા 5 લાખ 21 હજાર માગ્યા તો  બિલ્ડર તેમાં પણ મનાઈ ફરમાવી. જેથી આખરે આ વ્યક્તિ એ કન્ઝ્યુમર કોર્ટમાં આ બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કોર્ટે આ મામલે રજુઆત સાંભળીને બિલ્ડરને સમગ્ર રકમ 9 ટકાના વ્યાજ સહિત ચુકવવા માટે આદેશ કર્યો છે.
 
કોર્ટે તમામ રજુઆત સહિત પુરાવાને પણ ધ્યાને રાખ્યા
અરજદારના એડવોકેટ આનંદ પરીખે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે અરજદાર એ કોર્ટ માં તેના હક્કના પૈસાની માંગણીની રજુઆત કરી હતી. ત્યારે બિલ્ડર તરફથી દલીલ કરાઈ હતી કે હજી આ જમીન વેચાઈ નથી. આ મામલે તેઓની ફરિયાદ યોગ્ય નથી. પરંતુ કોર્ટે તમામ રજુઆત સહિત પુરાવાને પણ ધ્યાને રાખ્યા હતા. આખરે 8 વર્ષે આ અરજદારને 5 લાખ 21 હજાર રૂપિયા 9 ટકા વ્યાજે ચુકવવા બિલ્ડરને આદેશ કર્યો છે. જેથી અરજદારને પણ સંતોષ થયો છે અને આખરે તેને ન્યાય મળ્યો.