Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદ : વરદાન કે શ્રાપ

ગુરુવાર, 13 જુલાઈ 2023 (11:55 IST)
મુદ્દા- વર્ષની મુખ્ય ઋતુઓ 2. વર્ષાઋતુનું આગમન 3. વાતાવરણમાં પલટો 4. વર્ષાઋતુનું પ્રાકૃતિક સૌંદર્ય 5.  સમગ્ર જીવસૃષ્ટિ અને વન્યસૃષ્ટિ પર મેઘરાજાની મહેર 7. મહેર જ્યારે કહેરમાં ફેરવાઈ જાય ત્યારે 8. ઉપસંહાર 
 
કવિઓએ અને કુદરત પ્રેમીઓને જેને ઋતુઓની મહારાણી કહી છે તે વર્ષાઋતુ સૃષ્ટિનું સૌભાગ્ય માનવજીવનની ગંગોત્રી, જીવમાત્રનો આધાર, દેશની ભાગ્યવિધાત્રી અને આપણી એ અન્નપૂર્ણા છે. Rain is Queen of All Seasons
 
ઉનાળાના આકરા અને અસહ્ય તાપ પછી સમયસર વર્ષાના વધામણાં થતાં જપ્રકૃતિમા પ્રાણ પૂરાઈ જાય છે. નદી, સરોવર, કૂવા, વાવ, તળાવો, નાળા, ઝરણાંને જળાશયો પાણીથી છલકાઈ જાય છે. ઉનાળાના નિષ્પ્રાણને સૂકી ધરતી વરસાદમાં નાહીને લીલીછમ બની જાય છે ને સમગ્ર કુદરતમાં નવી તાજગી પ્રસરી જાય છે. વનોની વનસ્પતિ વૃક્ષો નવ પલ્લ્વિત થઈ વરસાના તોફાની પવન સાથે ડોલી ઉઠે છે. ધરતીએ જાણે લીલી ચૂંદડી ધારણ કરી હોય કે ધરતી પર જાણે નીલમના ગાલીચા પથરાઈ ગયા હોય એવી શોભા ચોતરફ વધી જાય છે."વર્ષા આવી, વર્ષા આવી, ધન ધાન્યની પતરાણી લાવી". 
rain in gujarat
વીજળીના ચમકારા, કડાકા નેકાળા ડિબાંગ વાદળના ગડગડાટ વચ્ચે રીમઝીમ રીમરીમ વરસતી વર્ષારાણી ક્યારે મુશળધાર હેલીઓ વરસાવે ત્યારે ચારે બાજુ આનંદ-આનંદ છવાઈ જાય છે. મોર, બપૈયા, ચાતક, જેવા પક્ષીઓ મેહુલાના સ્વાગતના ગીતો ટહુકા કરી કરીને ગાય છે. માછલીઓ હિલોળા લે છે. દેડકાઓ "ડ્રાઉ ...ડ્રાઉ ... ડ્રાઉ ..." ના અવાજથી વાતારવરણને ભરી દે છે. ખેડૂતો પોતપોતાના ખેતરોમાં બળદો સાથ હળ જોડી, મીઠા-મીઠા ગીતો ગાઈ વાવણીકામ કરે છે. બાળકો સૌ ગેલમાં આવી ગયા છે. આવરે વરસાદ, ધેવરિયો પરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક 
 
વર્ષાનો વૈભવ ભલે અનેરો હોય કે તેની શોભાને સૌંદર્ય ભલે ઋતુરાજ  વસંત કરતાંય શ્રેષ્ઠ હોય પરંતુ હો તેનો વૈભવ અતિવૃષ્ટિ આદરી વિકરાળ રૂપ ધારણ કરે ત્યારે મહાવિનાસહ સર્જાય છે. "જે પોષ્તું તે મારતું એવી દીસે ક્રમ કુદરતી" ના નિયમ અનુસાર વર્ષા વિનાશક બને ત્યારે જનજીવન છિન્ન ભિન્ન થઈ જાય છે. જાનમાલની પારાવાર  હાનિ થાય છે. અતિવૃષ્ટિથી ખેતરોમાં મબલખ પાકનો નાશ કરીને કે નદીઓમાં વિનાશક ઘોડાપુર લાવી, બંધો છલકાવી દેતી વર્ષાઋતુ કેટલીકવાર જનસૃષ્ટિ માટે પ્રલયકારી બની જાય છે. અતિવૃષ્ટિથી ગામના ગામ ડૂબી જાય છે, મહાનગરો ભયમાં મુકાય છે, ઘરવખરી તણાઈ જાય છે, પશું-પંખીઓની દશા બગડે છે, ગામના જે શહેરના રસ્તા ધોવાઈ જાય છે. વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, તાર ટપાલને બસસેવા ખોરવાઈ જાય છે. કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. જૂના ખખડઘજ મકાનો ભોંયભેગા થઈ જાય છે.ને પૂર સાથેવાવાઝોડાર્ગી તોતિંગ વૃક્ષો જમીનદોસ્ત થઈ જાય છે. 
 
આમ, પ્રાણીઓના પ્રામ સમો વરસાદ જરૂર પૂરતો વરસે તો બધાને અમૃત જેવો મીઠો લાગે. પણ જો હદ કરતાં વધુ વરસે તો મોતનો મહાસાગર બની સર્વત્ર વિનાશ વેરે છે!
 
"अति सर्वत्र वर्जयेत" એ ન્યાય વરસાદને પણ લાગુ પડે છે. અતિવૃષ્ટિ એટલે જરૂર કરતાં ઘણિ વધારે, બેહદ વરસાદ. એક જ દિવસમાં વીસથી પચીસ ઈંચ પાણી પડી જાય ત્યારે અતિવૃષ્ટિ થઈ કહેવાય. વરસાદ માજામાં રહે, જરૂર જેટલો જ વરસે તો અમૃત જેવો લાગે, પરંતુ જો હદ કરતાં વધુ વર્સવા માંડે અને અટકવાનુ નામ જ ન લે તો અન્નદાતા સમો એ વરસાદ કાળો કેર વરતાવીને આપણો સર્વનાશ કરી દે! આમતો વૃષ્ટિ એટલે સૃષ્ટિની ધાત્રી, જીવનદાત્રી અને સંજીવની! પરંતુ એ જ્યારે પ્રલંયકર ભવાનીનું રોદ્ર સ્વરૂપ દાખવે ત્યારે માનવીને છટ્ઠીનું ધવણ યાદ કરાવી દે! બાપરે! અતિવૃષ્ટિનું અડપલું જેને એકવાર પણ થયું છે એને પૂછી આવો કે કુદરત આગળ માનવીની શી હેસિયત છે!?    

Edited By-Monica Sahu 

વધુ જુઓ..

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઇપલાઇનમાં પ્રચંડ વિસ્ફોટ, 8 લોકોના મોત

11, 12, પછી 1:20... મધ્યરાત્રિ વીતી ગઈ, છતાં મહિલા સાંસદો ગૃહમાં જ રહી, દરેકને સ્પીકર દ્વારા બોલવાની તક આપવામાં આવી.

પંજાબમાં ખેડૂતોનો રેલ રોકો વિરોધ આજે બપોરે 12 વાગ્યે શરૂ થશે, જેના કારણે અનેક ટ્રેનોની અવરજવર પર અસર પડશે. વિરોધ પાછળનું કારણ શું છે?

"જો ઈરાન 440 કિલો યુરેનિયમ સોંપે તો..." ટ્રમ્પે ચોંકાવનારો દાવો કરતા કહ્યું, "હું જાતે ઇસ્લામાબાદ જઈશ."

શું એપ્રિલમાં ફરી ફેબ્રુઆરી જેટલી ઠંડી પડશે? દિલ્હી-એનસીઆરમાં તોફાની પવનો સાથે વરસાદ પડશે અને આજે આ 13 રાજ્યોમાં વરસાદની આગાહી છે

વધુ જુઓ..

Aaj nu panchang - આજનુ પંચાગ -17 એપ્રિલ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments