બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (17:20 IST)

નોબેલ વિજેતાઓ સાયન્સ સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથે પરામર્શ કરશે, જુઓ કોનો સમાવેશ થાય છે.

તા 9મી જાન્યુઆરી 2017થી ભારતમાં વિજ્ઞાનમાં રુચી સતેજ કરવાના પાંચ દિવસના અનોખા કાર્યક્રમનો પ્રારંભ થશે. નવ નોબેલ વિજેતાઓ કોન્ફરન્સ, પ્રવચનો અને અન્ય બેઠકોમાં નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓ સાથે સામેલ થશે. 

આ અંગે નોબેલ મીડિયાના સીઈઓ મેટ્ટીસ ફાયરેનીયસનું કહેવું છે કે નોબેલ પ્રાઈઝ અમારા વિશ્વ સંપર્કના મહત્વના સ્તંભોમાં સ્થાન પામે છે અને તેનો ઉદ્દેશ આલ્ફેડ નોબેલના વિઝન અનુસાર વિજ્ઞાન સાહિત્ય અને શાંતિમાં રુચી વધારવાનો છે. અમે આ બેઠકોના સમન્વય અને નોબેલ પ્રાઈઝ અંગેની ડિઝિટલ ચેનલ્સ દ્વારા રોજબરોજના સંપર્ક વડે વિશ્વભરમાં કરોડો લોકો સાથે સંબંધ પ્રસ્થાપિત કરીએ છીએ. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નોબેલ પ્રાઈઝ આઈડિયાઝ ચેન્જિંગ ધ વર્લ્ડ પ્રદર્શનનું ઉદ્ઘાટન 9મી જાન્યુઆરીના રોજ થશે. આ પ્રદર્શન એક માસ સુધી સાયન્સ સીટી અમદાવાદ ખાતે પ્રદર્શિત કરાશે. મુલાકાતિઓને નોબેલ પ્રાઈઝ, તેના સ્થાપક આલ્ફ્રેડ નોબેલની કથા, નોબેલ વિજેતાઓ અને નોબેલ પ્રાઈઝ એનાયત કરવાના પ્રયાસોથી દુનિયામાં પરિવર્તનને આકાર અને ગતી આપશે તે દર્શાવશે. 
આ વર્ષે ઈનોવેશન અને શિક્ષણ ઉપર વિશેષ ભાર મુકીને નોબેલ પ્રાઈઝ સિરિઝ ઈન્ડિયા 2017 વાઈબ્રન્ટ ગુજરાત સમિટના હિસ્સા તરીકે યોજાયેલ છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે Basic or applied? How to foster a truely innovative environment yLku Local research, global impact -how can biomedical and healthcare research in India deliver greatest benefit in addressing global health challenges? વિષય પર યોજાનાર સંવાદમાં 9 નોબેલ વિજેતાઓ સામેલ થશે. તેઓ અમદાવાદ, ગાંધીનગર, બેંગ્લોરમાં યોજાનારી પ્રેરણાદાયક બેઠકમાં સવાલ જવાબ, પ્રવચનો અને રાઉન્ડ ટેબલ બેઠકોના માધ્યમથી સામેલ થશે. આઈઆઈએસસી બેંગ્લોર, એનસીબીએસ બેંગ્લોર, આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી ગાંધીનગર, ગુજરાત યુનિવર્સિટી અને એમ એસ યુનિવર્સિટી વડોદરા સહિતની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સાથે પરામર્શ કરશે. 
નોબેલ પ્રાઈઝ સિરિઝ ઈન્ડિયા 2017માં નવપ્રસિદ્ધ નોબેલ વિજેતાઓ સામેલ થશે. જેમાં પ્રોફેસર ડેવિડ ગ્રોસ ( ફિઝિક્સ 2004), પ્રોફેસર માઈકલ હાર્ટમર્ટ ( કેમેસ્ટ્રી 1988), પ્રોફેસર સર્જ હેરોચે ( ફિઝિક્સ 2012), પ્રોફેસર વિલિયમ ઈ મૂરનર ( કેમેસ્ટ્રી 2014), પ્રોફેસર ડો. વેંકટરામન ક્રિષ્ણન ( કેમેસ્ટ્રી 2009), પ્રોફેસર રિચર્ડ રોબર્ટસ ( ફિઝિયોલોજી 1993), પ્રોફેસર રેન્ડી શેકમેન ( ફિઝિયોલોજી 2013) પ્રોફેસર હેરોલ્ડ ઈ વર્મુસ ( ફિઝિયોલોજી 1989) અને પ્રોફેસર અડા યોનાથ ( કેમેસ્ટ્રી 2009)નો સમાવેશ થાય છે. 

નોબેલ પ્રાઈઝ સિરિઝ ઈન્ડિયા 2017નું નિર્માણ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અને 3એમ, એરિક્સન, સકેનિયા અને વોલ્વોનો ઉદાર સહયોગ હાંસલ થયો છે. સપ્ટેમ્બર 2016માં આ સહયોગનો પ્રારંભ થયો હતો. ત્યારે ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગના સચિવ ડો કે વિજય રાઘવને આ નિવેદન આપ્યું હતું. ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓ જ્ઞાન માટેની અને સમાજમાં તેની ઉપયોગીતા અંગે તૃષા ધરાવે છે. તે એક્સલન્સનાં ઉદાહરણોથી પ્રભાવિત થાય છે. આમ છતાં ઉત્તમ અને તેજસ્વી લોકો પરામર્શની તક તેમના વ્યાપક કદ ધરાવતા દેશમાં ખૂબ ઓછી રહે છે. તે દુઃખદ બાબત છે. નોબેલ પ્રાઈઝ સિરિઝ એ મહત્વ પૂર્ણ સમારંભ અને ડિઝિટલ મીડિયા  દ્વારા વિશ્વના ઉત્તમ વૈજ્ઞાનિકોને ભારતના દરેક છોકરા છોકરીની અને વિજ્ઞાનમાં રૂચિની નજીક લાવશે.