ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By નઇ દુનિયા|

સહનશીલતા

N.D
કોલોનીના ખૂણામાં રહેનારા રિટાયર્ડ દીનદયાલજીના પુત્ર-વહુ તેમની રોજની ટોકા ટાકીથી ત્રાસી ગયા હતા. પત્નીનુ મૃત્યુ થઈ ગયુ હતુ તેથી તેઓ દિવસભર આંગણામાં બેસીને છાપુ વાચતા રહેતા અને પુત્ર-વહુને સારા કામ કરવા પ્રેરિત કરવા કહો કે પછી ટોકવાનુ કહી લો, એ એમની દિનચર્યાનો એક ભાગ હતો.

એ દિવસે પણ મોટી વહુ આખા ઘરનો કચરો મકાનની બહાર ખૂણામાં જ નાખ્યો તો દીનદયાલજીએ રોજની જેમ વહુને ફરી ટોકી હતી 'બેટા, થોડી આગળ જઈને કચરો કચરા પેટીમાં જ નાખી આવતી.

સહન કરવાની પણ સીમા હોય છે. તેથી પુત્ર અને વહુ એક દિવસ તેમને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યા.

પરંતુ પુત્ર અને વહુ હજુ પણ ખુશ નહોતા. હવે તો જો કે બાબુજીને સહન નહોતા કરવા પડતા, ન તો કચરો દૂર ફેંકવા જવુ પડતુ હતુ, પરંતુ હવે તો આખી કોલોનીની દુર્ગંધ સહન કરવી પડતી હતી, કારણ કે હવે તેમના ઘરના ખૂણા પર આખા મોહલ્લાનો કચરો એકઠો થવા જો માંડ્યો હતો.