Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોઈ પૂજા પાઠ વગર માત્ર બે શબ્દોથી જ હનુમાનજીને પ્રસન્ન કરો

Updated: બુધવાર, 8 એપ્રિલ 2020 (06:39 IST)
રામ ભક્ત હનુમાન ખૂબ બુદ્ધિમાન, તાકતવર અને વિદ્યાવાન છે. તેમની પાસે અસીમિત શક્તિઓ છે. હનુમાન શ્રીરામને  પ્રેમ કરે છે. રામને એ પોતાના સ્વામી અને ખુદને તેમના સેવક સમજે છે. દેવી સીતા તેમને પોતાના  પુત્ર માને છે.  
 
હનુમાનજીએ સંપૂર્ણ  જીવન સીતારામની ભક્તિમાં ગાળ્યુ.  સીતારામ તેમના રોમ રોમમાં વસે છે. કહેવાય છે કે એક વાર તેણે પોતાની છાતી સીનો ચીરીને બતાવી તો એમાં માત્ર સીતારામ જ દેખાયા. શ્રીરામ પણ તેને તેટલો  જ પ્રેમ કરતા હતા.  માનવું છે કે દુનિયામાં જ્યાં પણ સીતારામનું નામ સ્મરણ કરવામાં આવે છે, 
આજે પણ ત્યાં હનુમાનજી કોઈને  કોઈ રૂપમાં આવી જાય છે. 
આવો જ રામ અને હનુમાનનો પ્રેમ છે જે  અમર છે.  
 
ભગવાન રામનું  નામ લેવા માત્રથી બધી સમસ્યાઓનું સમાધાન શક્ય છે. પણ દેવી સીતા વગર રામ અધૂરા છે.  સીતારામ બોલવાથી તે પૂર્ણ છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે બે શબ્દ બોલો જય સીતારામ . જ્યારે પણ હનુમાનજીના મંદિર અથવા ચિત્રના દર્શન થાય . તેની સામે સાચા મનથી જય સીતારામ અભિવાદન કરો. આ બે શબ્દોના જપ પછી તમને બીજી કોઈ પૂજાની જરૂર નહી પડે. 
 
મનુષ્યની ઈચ્છાઓ અનંત છે. સંસારની એવી કોઈ કામના નથી  જેને હનુમાન પૂરી નથી કરતા.  હનુમાનજીને  રામ ભક્ત બહુ પ્રિય છે.  હનુમાનજીની ઉપાસના કરવા બે શબ્દનો જાપ સરળ માધ્યમ છે તેનાથી જ ઈચ્છાઓ પૂરી કરો.  
 
મંગળવારના દિવસે જે માણસ સાચા મનથી સીતારામનું સ્મરણ પૂજા પાઠ હનુમાન મંદિરમાં જઈને તેના સ્વરૂપ સામે કરે છે. એની બધી મનોકામના હનુમાનજી પૂરી કરે છે.

વધુ જુઓ..

હાર્ટ પેશન્ટ માટે સાબુદાણાનું સેવન લાભકારી કે નુકશાનદાયક ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

ગુજરાતી સાડી પહેરવાની રીત

હરિયાળી અમાસની હાર્દિક શુભેચ્છા

બાળકો માટે પૌષ્ટિક મિક્સ વેજિટેબલ ખીચડી (Mixed vegetable khichdi)

ચાઇનીઝ સ્ટાટર્સ માટે સૌથી લોકપ્રિય વાનગી Crispy Honey Chilli Potato રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓગસ્ટ 2026

આજે દિવાસો અને અષાઢી અમાસ - આજે આ ઉપાય કરશો તો મળશે લક્ષ્મી કૃપા

હરિયાળી અમાસની હાર્દિક શુભેચ્છા

Happy Jivantika Vrat Wishes 2026 - બાળકોના દીર્ઘાયુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામા આવતા જીવંતિકા વ્રતની શુભેચ્છા -

Dashama Vrat Wishes 2026 in Gujarati - જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારા દશામા વ્રતની શુભેચ્છા

આગળનો લેખ
Show comments