શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામ નવમી
Written By
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2019 (06:11 IST)

રામ નવમી પર રાશિ મુજબ કરો ચમત્કારી ઉપાય... ખુલી જશે સફળતાના દ્વાર

રામ નવમી પર ભગવાન વિષ્ણુના સાતમા અવતારના રૂપમાં મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનો જન્મ થયો હતો. શાસ્ત્રમુજબ આ દિવસે દાન પુણ્ય અને વિશેષ પૂજન કરવાથી ગ્રહ અવરોધ અને ગ્રહોના દુષ્પ્રભાવોથી મુક્તિ મળે છે. રાશિ મુજબ પૂજન અને ઉપાય કરવાથી વિવિધ રાશિના જાતકોને શત્રુ શમન,  ઉચ્ચ પદની પ્રાપ્તિ, માનસિક શાંતિ, નેતૃત્વ ક્ષમતા, મનોબળમાં વૃદ્ધિ, સંબંધોમાં મધુરતા અને પ્રગતિના અવસરોની પ્રાપ્તિ સાથે સમયની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. 
વિવિધ રાશિના જાતકો માટે પાઠ અને ઉપાય 
મેષ - શ્રીરામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર બેસનનો શીરો ચઢાવો 
વૃષભ - શ્રીરામ સ્તુતિનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર ભૂરા ફૂલ ચઢાવો. 
મિથુન - ઈદ્રકૃત રામસ્ત્રોતનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર કાજળ ચઢાવો. 
કર્ક - શ્રીરામાષ્ટકનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર પીળુ ચંદન ચઢાવો. 
સિંહ - શ્રીસીતા રામાષ્ટકમનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર સિંદૂર ચઢાવો. 
કન્યા - શ્રીરામ મંગલાશાસનમનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર અત્તર ચઢાવો. 
તુલા - શ્રીરામ પ્રેમાષ્ટકમનો પાઠ કરો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર તુલસી પત્ર ચઢાવો. 
વૃશ્ચિક - શ્રીરામ ચંદ્રાષ્ટકમનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર પેંડા ચઢાવો. 
ધનુ - જટાયુકૃત શ્રી રામસ્ત્રોતનો પાઠ કરો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર મધ ચઢાવો 
મકર - આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર પાન ચઢાવો 
કુંભ - સુંદરકાંડનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર મુલતાની માટી ચઢાવો. 
મીન -  અયોધ્યાકાંડનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર લાલ ચંદન ચઢાવો.