Biodata Maker
✕

અમદાવાદમાં સરકારી નોકરીની ઉત્તમ તક: AMC હેઠળ વિવિધ પદો પર ભરતી જાહેર

Updated: શુક્રવાર, 29 મે 2026 (06:46 IST)
સરકારી ક્ષેત્રે ઉજ્જવળ કરિયર બનાવવા માંગતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અમદાવાદમાં ઘરઆંગણે જ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંચાલિત 'અમદાવાદ વર્લ્ડ હેરીટેજ સીટી ટ્રસ્ટ' અંતર્ગત વિવિધ 17  જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ પસંદગી પામનાર લાયક ઉમેદવારોને તેમની પોસ્ટના આધારે દર મહિને રૂ. 30,000 થી લઈને રૂ. 80,000 સુધીનું આકર્ષક પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
 
ALSO READ: ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ
આ ભરતી અંતર્ગત હિસ્ટોરિયન, આસિસ્ટન્ટ ડિરેક્ટર, આસિસ્ટન્ટ આર્કિટેક્ટ (૪ જગ્યા), G.I.S એક્સપર્ટ, કોંઝર્વેશન આર્કિટેક્ટ્સ (૨ જગ્યા), ડ્રાફ્ટ પર્સન (૨ જગ્યા), અને એડમિનિસ્ટ્રેટિવ કોર્ડિનેટર સહિત ટુરિઝમ અને ક્રિએટિવ સેલના વિવિધ મેનેજર  પદો પર નિમણૂક કરવામાં આવશે. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની વય મર્યાદા 25  વર્ષથી 40  વર્ષની વચ્ચે હોવી જોઈએ. અલગ-અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતના ધોરણો પણ જુદા-જુદા રાખવામાં આવ્યા છે, જેની વિગતવાર માહિતી સત્તાવાર નોટિફિકેશનમાંથી મેળવી શકાશે.
 
રસ ધરાવતા ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર જઈને 'Recruitment' સેક્શનમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી ફી પેટે બિન-અનામત (જનરલ) વર્ગના ઉમેદવારો માટે રૂ.500 અને અનામત વર્ગના ઉમેદવારો માટે રૂ.250  નક્કી કરવામાં આવ્યા છે. ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 11  જૂન 2026 (સાંજે 05:00  વાગ્યા સુધી) રાખવામાં આવી છે, તેથી લાયક ઉમેદવારોને સમય મર્યાદામાં પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવા જણાવાયું છે.

ALSO READ: 'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો
About Author
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... Read More

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

રણબીર કપૂરની રામાયણનો જબરદસ્ત ક્રેઝ, ટિકિટની કિમંત પહોચી 3000 ને પાર, એડવાંસ બુકિંગમાં 5 કરોડથી વધુ કમાણી

રામાયણ માં રામ બનેલા રણબીર કપૂરે દશેરા કાર્યક્રમમાં એવુ તે શુ કહી દીધુ ? સોશિયલ મીડિયા પર મચી બબાલ, માગવી પડી માફી

કયા OTT પ્લેટફોર્મને મળ્યા રામાયણ ના ડિઝિટલ રાઈટ્સ ? રણબીર કપૂરની ફિલ્મ પર મેકર્સએ આપી મોટી અપડેટ

જીવનભર માટે ગાયબ થઈ જતો, ટાઈગર શ્રોફે ફાયરિંગ પછી લાઈક કર્યુ પોસ્ટ, વીડિયો પર લખેલી વાતે ખેંચ્યુ ધ્યાન

Dusshera Jokes - રાવણના પુતળાના મૂલ્ય

આગળનો લેખ
Show comments