Webdunia - Bharat's app for daily news and videos

Install App

Love Astro - બચીને રહેજો.. ! પ્રેમમાં આ 6 રાશિવાળા આપે છે દગો...

મંગળવાર, 13 જૂન 2017 (19:44 IST)
બધી રાશિઓની પોતાની કેટલીક ખાસિયત હોય છે. કેટલાક લોકો કલાકાર હોય છે તો કેટલાકમાં લીડર બનવાના ગુણ હોય છે.  બીજી બાજુ કેટલાક લોકો પ્રેમ નિભાવવામાં સૌથી આગળ હોય છે. પણ કેટલીક રાશિયો પ્રેમના મામલે દગાબાજ સાબિત થાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ 6 રાશિયો એવી છે જે પ્રેમમાં દગો આપવા અને દિલ તોડવામાં સૌથી આગળ છે. પોતાના પાર્ટનરને દગો આપવામાં આ 6 રાશિયોના લોકો નિપુણ હોય છે.  પણ તેનો મતલબ એવો નથી કે આ 6 રાશિયો સાથે સંબંધિત બધા લોકો દગાબાજ અને ખોટુ બોલનારા હોય છે. તેમાથી કેટલાક લોકો સારા પણ હોય છે. 
 
 
તમે પ્રેમમાં કેવા છો એ તમારી રાશિના સ્વામી ગ્રહ પર મોટાભાગે આધારિત હોય છે. પણ એવુ જરૂરી નથી આ રાશિયો સંપૂર્ણ રીતે ધોખેબાજ જ હોય. તેના આધાર પર તમે કોઈનુ આકલન નથી કરી શકતા. 
 
મેષ - મેષ રાશિના લોકોને આકર્ષણનું કેન્દ્ર બનવુ સારુ લાગે છે. આ લોકોનો વ્યવ્હાર આવેગપૂર્ણ હોય છે.  આ લોકો કોઈપણ કામ કરતા પહેલા વિચારતા નથી. તેમને આત્મનિર્ભર રહેવુ પસંદ હોય છે અને બીજા દ્વારા તેમને નિયંત્રિત કરવુ તેમને બિલકુલ પણ ગમતુ નથી. તેમને એડવેંચર અને ફેરફાર સારો લાગે છે.  જો તમારો પાર્ટનર મેષ રાશિનો છે તો ધ્યાન રાખો કે તમે બંને જે પણ કરો એ સાથે રહીને કરો નહી તો તમારા સંબંધમાં બોરિયત આવી જશે. 
 
 મિથુન - મિથુન રાશિના લોકો જિજ્ઞાસુ અને દિલફેંક પ્રકારના હોય છે. પોતાની વાતોથી બીજાને સારી રીતે પ્રભાવિત કરતા આવડે છે. આ સહેલાઈથી કોઈને બેવકૂફ બનાવી શકે છે. પ્રેમમાં તેમને શારીરિક અને ભાવનાત્મક સહારો જોઈતો હોય છે 
 
 
સિંહ રાશિ - સિંહ રાશિના લોકોના સારા પાર્ટનર સાબિત થાય છે. પ્રેમના મામલે આ પરફેક્ટ હોય છે. સાથે જ સિંહ રાશિના લોકો નાટક કરવામાં પણ નિપુણ હોય છે. જો તેમને લાગે છે કે તેમનો પાર્ટનર તેમનાથી ખુશ નથી તો તેઓ ખૂબ જ સહેલાઈથી એ સંબંધોમાંથી બહાર આવી જાય છે મતલબ એ સંબંધને ત્યજી દે છે. જો તમારો પાર્ટનર સિંહ રાશિનો છે તો તમારે તેમની રોજ પ્રશંસા કરવાની છે ત્યારે તેઓ તમારાથી ખુશ થશે. 
 
ધનુ રાશિ - ધનુ રાહ્સિના લોકો ખૂબ શરીફ બને છે. તેમને કોઈપણ બેવકૂફ બનાવી શકતુ નથી.  પોતાના પાર્ટનર વિશે બધુ જાણવુ અને એડ્વેચરસ બનવુ તેમને સારુ લાગે છે અને તેમની આ ચાહત રિલેશનશિપમાં પણ પૂરી થાય છે.  જ્યોતિષ મુજબ ધનુ રાશિના લોકોના લગ્નેતર સંબંધ હોવા સામાન્ય વાત છે. જો તમે ધનુ રાશિના વ્યક્તિ સાથે રિલેશનમાં છો તો તેમને થોડો સ્પેસ આપો અને તેમને  એ અહેસાસ બિલકુલ ન કરાવો કે તમે તેમના વગર રહી શકતા નથી.  આ લોકો બસ આટલાથી જ ખુશ થઈ જાય છે. 
 
  કુંભ રાશિ - કુંભ રાશિના લોકો માટે રિલેશનશિપમાં શારીરિક સંબંધ બનાવવા ખૂબ જરૂરી હોય છે. આ લોકો જે પણ કરે છે તે છિપાઈને કરે છે.  તેમને રંગે હાથ પકડવાનો પણ ભય હોતો નથી. અપ્ણ છતા પણ આ લોકો ઈમાનદાર હોય છે. 
 
મીન રાશિ - મીન રશિના લોકો ખૂબ સ્વાર્થી હોય છે. તેમને માટે પોતાની ભાવનાઓ વધુ મહત્વપૂર્ણ હોય છે. આ લોકો પોતાના પાર્ટનર તરફથી ખૂબ વધુ પડતી આશા રાખે છે જેને કારણે તેમના સંબંધોમાં પરેશાનીઓ આવી શકે છે. તેમણે થોડુ સાચવીને રહેવુ 
 
જોઈએ.  

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ભાગેડુ નીરવ મોદીને યુકે કોર્ટનો ઝટકો! બેંક ઓફ ઈન્ડિયા ₹100 કરોડ ચૂકવશે; રાતો જેલમાં વિતાવશે

IND vs PAK: FIH Pro League 2026 ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 4-3 થી હરાવ્યું

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડનારા બળવાખોર સાંસદ ઓમરાજે નિમ્બાલકરે બતાવ્યું પક્ષ બદલવાનું કારણ, . જાણો તેમણે શું કહ્યું.

મંગેતર સિયા અને તેના પ્રેમીએ કેતનની હત્યા કેવી રીતે કરી? પોલીસે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે, વધુ જાણો અહીં.

1 જુલાઈથી, ટિકિટ વિના મુસાફરી કરવી મોંઘી પડશે, 500 દંડ સાથે; બીજાની ટિકિટ પર મુસાફરી કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે

આગળનો લેખ
Show comments