મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (07:57 IST)

જ્યોતિષ - આવા લોકો પોતાની બુદ્ધિના દમ પર અખૂટ ધન કમાવે છે

હાથમાં બનેલા નિશાન વ્યક્તિના જીવનની ઘણી ઘટનાઓનો સંકેત આપે છે. વ્યક્તિ કેવી હશે, તેના જીવનમાં પૈસાની પરિસ્થિતિ કેવી રહેશે, તેને કેટલું માન મળશે અને જીવનમાં તે શું કરશે, આ બધું હાથની રેખાઓ દ્વારા જાણી શકાય છે. અહીં અમે તમને આવા જ કેટલાક સંકેતો વિશે જણાવી રહ્યા છીએ.
 
- જો કોઈ વ્યક્તિના હાથમાં ચક્ર જેવુ  નિશાન હોય તો તે ખૂબ જ વિશેષ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો હથેળીમાં ચક્રના નિશાન અંગૂઠા પર હોય તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવા લોકો શ્રીમંત હોય છે. જેના અંગૂઠા પર ચક્રનું નિશાન હોય છે  તે વ્યક્તિ શુભ, પ્રભાવશાળી અને મગજથી સાથે સંકળાયેલ કામ કરતા હોય છે. આવા લોકો તેમની બુદ્ધિનો ઉપયોગ કરીને અપાર સંપત્તિ મેળવે છે. આવા નિશાનવાળા લોકો પિતાનો સહારો બને છે. આ લોકોને પરિવાર, કુટુંબ અને સમાજમાં ખૂબ માન મળે છે.
 
- જો વ્યક્તિના બે હાથમાં ભાગ્ય રેખા મણિબંધથી શરૂ થઈને સીધી શનિ પર્વત પર જઈ રહી હોય, સૂર્ય રેખા પણ પાતળી અને લાંબી હોય છે, મગજની રેખા અને આયુષ્ય રેખા પણ સારી હોય તો આવા વ્યક્તિના હાથમાં ગજલક્ષ્મી યોગ રચાય છે. આ યોગ દ્વારા વ્યક્તિ અચાનક ધન પ્રાપ્ત કરે છે.
 
-જો શનિ પર્વતના નીચેવાળુ સ્થાન અને શુક્ર પર્વત હેઠળનો વિસ્તાર વધુ ભરેલો, સુંદર હોય અને ભાગ્ય રેખા શુક્ર પર્વત અંગૂઠાની નજીકથી શરૂ થઈને શનિ પર્વતની મધ્યમાં પહોંચે છે, તો આવા લોકોના જીવનમાં પૈસાની કમી નથી થતી. આવા લોકો ખૂબ પૈસા કમાય છે.
 
- જો ભાગ્ય રેખા અને ચંદ્ર રેખા એક સાથે શનિ પર્વત પર પહોંચે છે, તો આવા લોકો પણ ખૂબ ધનિક હોય છે.
 
- જો ભાગ્ય રેખા નાની આંગળીની નીચેના ક્ષેત્રથી શરૂ થાય છે અને કોઈ લીટી કાપ્યા વિના શનિ પર્વત પર પહોંચે છે તો તે પણ શુભ છે. આવી વ્યક્તિ જીવનમાં ઘણી કમાણી પણ કરે છે.