સંબંધિત સમાચાર
- Chandra Grahan 2023: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ તમારા માટે શુભ છે કે અશુભ? જાણો તમામ રાશિઓ પર શું થશે અસર
- Daridra Yoga: દરિદ્ર યોગ એ જ્યોતિષ શાસ્ત્રનો સૌથી ખતરનાક યોગ છે, વ્યક્તિને બે ટંકની રોટલી માટે પણ સંઘર્ષ કરવો પડે છે.
- 5 મે નું રાશિફળ - આ રાશીઓ માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે.
- Chandra Grahan Mantra Daan: ચંદ્રગ્રહણ સમયે તમારી રાશિ પ્રમાણે કરો મંત્ર જાપ અને દાન, તમને થશે અઢળક લાભ
- Chandra Grahan 2023: ચંદ્રગ્રહણ પર બનશે ચતુર્ગ્રહી યોગ, આ રાશિના લોકોને મળશે સફળતા
ચંદ્ર ગ્રહણ - આજે તુલસીના પાનનો આ ઉપાય રાતો રાત બનાવશે માલામાલ
વર્ષ 2023નુ પહેલુ ગ્રહણ આજે 5 મે ના રોજ લાગી રહ્યુ છે. વૈશાખ શુક્લ પૂર્ણિમાના રોજ પડનારુ આ ગ્રહણ વિશે જ્યોતિષિયોનુ માનવુ છે કે આ ગ્રહણ બુદ્ધ પૂર્ણિમા હોવાથી અનેક રીતે ખાસ છે.
શાસ્ત્રો મુજબ ચંદ્ર ગ્રહણ દરમિયાન મંત્રનો જાપ કરવો શ્રેયષ્કર છે. ગ્રહણ દરમિયાન ઈષ્ટ દેવનો મંત્ર જાપ કરવો અનેક ગણો લાભકારી હોય છે. આ ઉપરાંત ચંદ્ર ગ્રહણના દિવસે કેટલાક શાસ્ત્રીય ઉપાય અત્યંત લાભકારી છે.
ગ્રહણ દરમિયાન કોઈપણ વસ્તુને શુદ્ધ કરવા માટે તુલસીના પાનનો પ્રયોગ કરવામાં આવે છે. આ દિવસે તુલસી સાથે જોડાયેલ ઉપાય તમને નકારાત્મકતાથી બચાવે છે. પરિનામ સ્વરૂપ તમને ધન સંબંધી સમાધાન થઈ જશે.
5 મે 2023 શુક્રવારના દિવસે રાત્રે 8.45 મિનિટ પર પહેલુ ચંદ્ર ગ્રહણ લાગશે. આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ રહેશે. એટલે કે આ આંશિક ચંદ્ર ગ્રહણ રહેશે. ગ્રહણ રાત્રે 1 વાગે સમાપ્ત થશે. ચંદ્ર ગ્રહણના 9 કલાક પહેલા તેનો સૂતક કાળ શરૂ થઈ જશે. એટલે કે શુક્રવારે સવારે 11.45 વાગે સૂતક કાળ શરૂ થઈ જશે.
તુલસીના પાનનો ઉપાય
5 રૂપિયાના સિક્કાને પાણી સાબુની મદદથી સારી રીતે ધોઈને સાફ કરો ત્યારબાદ તુલસીના 11 પાન અને લીલા રંગનો સ્વચ્છ કપડુ લો. હવે 5 રૂપિયાના સિક્કાને બંને બાજુ 5-5 તુલસીના પાન મુકીને દોરાથી બાંધી લો. આ પોટલીની જેમ દેખાય તેવી ગાંઠ બાંધી લો. આ પોટલીને તમે કોઈ પાણીની ટાંકીમાં નાખી દો જ્યાથી ન્હાવાનુ પાણી આવતુ હોય
ગ્રહણ સમાપ્તિ પછી પરિવારના બધા સભ્ય આ પાણીથી સ્નાન કરો. આ પાણીથી સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. સાથે જ લક્ષ્મીનો વાસ સદૈવ ઘરમાં રહે છે. અને પરિવારમાં બધાને સફળતા મળે છે.