Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandra Grahan 2026: 3 માર્ચના રોજ જોવા મળશે પૂર્ણ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં દેખાવવાનો સમય, સૂતક કાળ અને અવધિ

શનિવાર, 28 ફેબ્રુઆરી 2026 (12:58 IST)
lunar eclipse
Chandra Grahan 2026: 3 માર્ચ 2026 ના રોજ પૂર્ણ ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યુ છે. હિન્દુ ધર્મમાં ચંદ્ર ગ્રહણને ફક્ત ખગોળીય ઘટના જ નહી પણ ધાર્મિક રૂપથી ખૂબ જ  મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ જ્યારે પૃથ્વીની છાયા  ચંદ્રમા પર પડે છે ત્યારે ગ્રહણ લાગે છે. આ સમય વાતાવરણમાં નકારાત્મક ઉર્જા વધવા માંડે છે. તેથી ખાસ સાવધાની અને પૂજા-પાઠનુ મહત્વ બતાવ્યુ છે. આવો જાણીએ ચંદ્ર ગ્રહણનો સમય, સૂતક કાળનો સમય અને ગ્રહણ દરમિયાન શુ કરવુ શુ નહી તેના વિશે...  
 

ગ્રહણનો સમય 

 
આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ બપોરે 3.20 વાગ્યાથી સાંજે 6:47 વાગ્યા સુધી રહેશે. ભારતમાં ચંદ્રમા ઉદય લગભગ 6:26 વાગે થશે. તેથી આ ગ્રહણનુ અંતિમ ચરણ જ જોવા મળશે. અધિકતમ ગ્રહણનો સમય સાંજે 6:33 થી 6:40 ની વચ્ચે રહેશે. 
 

સૂતક કાળ ક્યારથી લાગશે ?
 

આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે, તેથી સૂતક કાળ માન્ય રહેશે.  3 માર્ચની સવારે 6:23 વાગ્યાથી સૂતક કાળ શરૂ થઈ જશે. સૂતક કાળ દરમિયાન મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવે છે અને મૂર્તિઓને સ્પર્શ કરવામાં આવતો  નથી.  
 
આ સમય શુભ કાર્ય, વિવાહ, ગૃહ પ્રવેશ કે કોઈ નવુ કામ શરૂ કરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓને વિશેષ સાવધાની રાખવાનુ કહેવામાં આવે છે.   બધા માંગલિક કાર્ય વર્જિત માનવામાં આવે છે. 
 

ગ્રહણ દરમિયાન શુ કરવુ ?
 

ધાર્મિક દ્રષ્ટિથી ગ્રહણનો સમય ભગવાન વિષ્ણ કે શિવનુ નામ જાપ કરવુ શુભ માનવામાં આવે છે  'ૐ નમો ભગવતે વાસુદેવાય નમ' અથવા 'મહામૃત્યુંજય મંત્ર' નો જાપ કરવો લાભકારી માનવામાં આવે છે. ગીતા, રામાયણ કે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પણ કરી શકાય છે.  
 

ગ્રહણ પછી શુ કરવુ ?

 
ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરવુ જરૂરી માનવામાં આવે છે. ઘરમાં ગંગાજળ છાંટો અને ભગવાનની મૂર્તિઓને સ્નાન કરાવીને ફરીથી પૂજા કરો. ત્યારબાદ દાન-પુણ્ય કરવુ શુભ માનવામાં આવે છે.  ગરીબોને અન્ન, વસ્ત્ર કે ધનનુ દાન કરવાથી વિશેષ ફળ મળે છે.  

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

જિયોનો નવો OTT પાસ : 200 રૂપિયામાં 15 OTT, 1000 થી વધુ ટીવી ચેનલ અને 30GB ડેટા

LRD ઉમેદવારો માટે મોટા સમાચાર: લેખિત પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર

અમદાવાદમાં ઇબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ: આફ્રિકાથી આવેલા દર્દીને સિવિલમાં કરાયો આઇસોલેટ, અન્ય 11 લોકો નજર હેઠળ!

Mahrajganj: 14 વર્ષના કિશોર પર આવ્યુ 40 વર્ષની મહિલાનુ દિલ, સગીર સાથે રહેવા માટે જીદે ચઢી 4 બાળકોની માતા

VIDEO: હાય રે નસીબ, બોલ બાઉંડ્રી લાઈનની બહાર, પણ અંપાયરે સાંઈ સુદર્શનને આપ્યો આઉટ, જાણો કેમ

આગળનો લેખ
Show comments