Festival Posters
✕

ગુજરાતી વાર્તા -એક વેપારી

Updated: મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (11:35 IST)
મેલી વિદ્યાઓ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી ધનિક ભક્તોને શીશામાં ઉતારી શેતાન સંતો જાતે ભોગ વિલાસ ભોગવે છે. નિ: સ્પૃહી સાચા સંતને સાદી સરળ ઝૂંપડી સિવાય કંઈ જ અપેક્ષા હોતી નથી. ઉલ્ટું ધન-સમૃદ્ધિ એને તો બાધારૂપ બને છે.
 
આવા નિ: સ્પૃહી એક સંત પાસે બે નંબરી આવક ધરાવતો એક વેપારી સોના-ચાંદીના સિક્કા લઈને આવ્યો અને કહ્યુ બાબા, મે સાંભળ્યુ છે કે આપના આશીર્વાદ ફળે છે. આ ધન સંપત્તિ દક્ષિણારૂપે લઈને આનાથી દસ ગણી ધના-સંપત્તિ મળે એવા આશીર્વાદ આપો. સંતે સ્મિત સાથે કહ્યુ, તમારે ત્યા તમારા ગુરૂ વ્યાખ્યાન આપવા આવવાના હોય તેમની વ્યાસપીઠ અને શ્રોતાઓ માટે તમે ગાલીચા પાર્થયા હોય તમારો દિવાનખંડ સજાવ્યો હોય એવામાં કોઈ ગાંડો ઘૂસી જાય અને ગુરૂજીના વ્યાસપીઠ પર પેશાબ કરી જાય તો તમે શુ કરો ?
 
વેપારીએ કહ્યુ - એને હુ મારી મારીને ખોખરો કરી તેને ગામ બહાર મોકલી દઉ.
 
સંત કહે - જુઓ શેઠ મે મારી ઝૂંપડી ગૌ ગવ્યથી લીંપીગૂંપી પવિત્ર કરી છે અને ઈશ્વરના આગમન માટે તપ-સાધના કરતો હતો, ત્યા તમે આવી આ ધન સંપત્તિની વિષ્ટા કરી,મારી ઝૂંપડીની પવિત્રતા બગાડી નાખી, બોલો મારે શુ કરવુ?
 
વેપારી સમજી ગયા, પૈસાનુ પોટલું લઈ, પ્રણામ કરી કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના પલાયન થઈ ગયા.

વધુ જુઓ..

Rahul Gandhi Girlfriend: રાહુલ ગાંધીની ગર્લફ્રેન્ડ કોણ છે? તે તેને કેમ્બ્રિજના આ રેસ્ટોરન્ટમાં લઈ ગયો, અને હવે તેણીએ તેમના સંબંધો વિશે વાત કરી છે.

Vivo V80 સહિત ત્રણ ફોન મોંઘા થયા છે; ચીની કંપનીએ કિંમતમાં ₹5,000 સુધીનો વધારો કર્યો છે.

અમરેલી: શેડુભારમાં ₹75 કરોડના ખર્ચે બનશે ગુજરાતનો પ્રથમ Bio-CBG પ્લાન્ટ, ખેડૂતોની આવક વધવા સાથે 250 લોકોને મળશે રોજગારી

૧૪૫ કિમીની વિકરાળ ગતિ સાથે ચક્રવાત અક્વાન ક્યારે ભૂમિ પર ત્રાટકશે? IMD અપડેટ જાહેર

PM મોદી મનીલામાં ખાલસા દિવાન ગુરૂદ્વારા પહોચ્યા, પુનર્વિકાસ કાર્યોના શિલાન્યાસ સમારંભમાં લીધો ભાગ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -17, નવેમ્બર 2026

દેવઉઠી એટલે કે પ્રબોધિની એકાદશી ક્યારે છે 20 કે 21 નવેમ્બર ? આ દિવસે કરી લો આ 5 અચૂક ઉપાય, સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ માં થશે વૃદ્ધિ

Vivah Muhurat November 2026- ચાતુર્માસ પૂર્ણ થતાં જ શરૂ થશે લગ્નની સિઝન! નવેમ્બર 2026માં લગ્ન માટે માત્ર 4 શુભ મુહૂર્ત, નોંધી લો તારીખો

Akshaya Navami Katha - સંતાન સુખ આપનારુ છે અક્ષય નવમી નું વ્રત, જાણો પૂજા વિધિ અને કથા

કપૂરના આ ઉપાયો તમારી દરિદ્રતા દૂર કરશે ..Kapur Upay

આગળનો લેખ
Show comments