ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : સોમવાર, 10 મે 2021 (14:47 IST)

સાધુ અને ઉંદર- અભાવમાં આત્મવિશ્વાસની કમી

ખૂબ સમય પહેલાની વાત છે. એક ગામડામાં એક સાધુ મંદિરમાં રહેતો હતો. તેમની દિનચર્યા હતી કે દરરોજ ઈશ્વરની ભક્તિ કરતો અને આવતા-જતા લોકોને ધર્મનો ઉપદેશ આપતો હતો.  જ્યારે પણ ગામલોકો  જ્યારે પણ મંદિર આવતા ત્યારે સાધુને કઈક ન કઈક દાનમાં આપી જતા હતા. તેથી સાધુને ભોજન અને કપડાની કોઈ કમી ન હતી. દરરોજ ભોજન કર્યા પછી સાધુ વધેલુ ભોજન છીંકામાં રાખી છતથી લટકાવી દેતો હતો.
 
સમય આમ જ આરામથી નિકળી રહ્યો હતો. પણ હવે સાધુની સાથે એક વિચિત્ર ઘટના બનવા લાગી હતી.  તે જે ભોજન છીંકામાં રાખતો હતો. તે ગાયબ થઈ જતો હતો. સાધુએ પરેશાન થઈને આ વિશે ખબર લગાવવાનો નિર્ણય કર્યો. તેને રાત્રે બારણાના પાછળથી છુપાઈ ગયો અને જોયુ કે એક નાનો ઉંદર પોતાનો ભોજન કાઢીને લઈ જાય છે. બીજા દિવસે તેણે છીંકાને ઉપર કરી દીધો જેથી ઉંદર ત્યાં સુધી પહોંચી ન શકે. પરંતુ આ ઉપાય પણ કામ કરી શક્યો નહી. તેણે જોયુ કે ઉંદર વધુ ઉંચો ફુદકો મારી છીંકા પર ચઢી જાય અને ભોજન કાઢી લેતો હતો. હવે સાધુ ઉંદરથી પરેશાન રહેવા લાગ્યો હતો. 
 
એક દિવસ તે મંદિરમાં એક ભિક્ષુક આવ્યો. તેણે સાધુને પરેશાન જોયો કને તેમની પરેશાનીનો કારણ પૂછ્યો તો સાધુએ ભિક્ષુકએ આખો બનાવ સંભળાવ્યો. ભિક્ષુકએ સાધુથી કીધુ કે સૌથી પહેલા આ ખબર લગાવવી જોઈએ કે ઉંદરમાં આટલા ઉંચો ઉછળવાની શક્તિ ક્યાંથી આવે છે. 
 
તે રાત્રે ભિક્ષુક અને સાધુ બન્ને મળીને શોધ્યોકે ઉંદર ભોજન ક્યાંથી લઈ જાય છે. 
બન્ને ચુપચાપથી ઉંદરનો પીછો કર્યો. અ ને જોયુ કે મંદિરની પાછળ ઉંદરએ તેમનો બિલ બનાવ્યો છે. ઉંદરએ ગયા પછી તેને બિલને ખોદીને જોયુ કે ઉંદરના બિલમાં ખાવા-પીવાના સામાનનો મોટું ભંડાર છે. ત્યારે ભિક્ષુકએ કહ્યુ કે આ કારણે ઉંદરમાં આટલા ઉપર ઉછળવાની શક્તિ આવે છે. તેણે તે સામગ્રીને કાઢી લીધુ અને ગરીબોમાં વહેચી નાખ્યો.