ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 મે 2021 (17:49 IST)

Inspiration Story - આણંદમાં બૂટપોલિશ કરતા નરસિંહભાઈ SMSનો મંત્ર અપનાવી બની રહ્યા છે પ્રેરણારૂપ

વર્તમાન કોરોનાના કપરા કાળમાં અન્ય તકેદારીઓની સાથે સૌથી પ્રાથમિક અને મુખ્ય જરૂરિયાત છે SMSના મંત્રને અનુસરવાની. SMS એટલે S-સોશિયલડિસ્ટન્સ, M-માસ્ક, S-સેનિટાઇઝેશન. હાલની પરિસ્થિતિમાં કોવિડ-19 થીબચવા માટેના અન્ય ઉપાયોમાં આ મુખ્ય ઉપાય છે, જેનું દરેક વ્યક્તિએ બિનચૂક પાલન કરવું જરૂરી છે. ત્યારે આણંદના સર્કિટ હાઉસરોડ પર છેલ્લાં 30 વર્ષથી બૂટપોલિશ અને રિપેરિંગ કરતા નરસિંહભાઈ નિયમિત માસ્ક પહેરી, વારંવાર હાથ સેનિટાઇઝ કરી અને સોશિયલ ડિસ્ટન્સના પાલન દ્વારા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.