રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 18 સપ્ટેમ્બર 2023 (13:21 IST)

Kevda trij pooja samagri- હરતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજની પૂજન સામગ્રી અને પૂજા વિધિ

Kevda trij pooja samagri- ભારતમાં કેવડાત્રીજ વ્રત ભાદરવો શુક્લ પક્ષની તૃતીયાના દિવસે કરવામાં આવે છે. આ વખતે કેવડાત્રીજ 24 ઓગસ્ટના રોજ છે. આ દિવસે ગૌરી-શંકરનુ પૂજન કરવામાં આવે છે. આ વ્રત બધી કુંવારી યુવતીઓ અને મહિલાઓ કરે છે. એવુ કહેવાય છે કે પાર્વતી માતાએ ભગવાન શિવને મેળવવા માટે 107 જન્મ લીધા હતા. જયારબાદ 108માં જન્મમાં ભગવાન શિવે પાર્વતીને પોતાની અર્ધાગિનીના રૂપમાં સ્વીકાર કર્યા હતા. 
 
કેવડાત્રીજ પૂજન માટે સામગ્રી 
 
ભીની કાળી માટી, રેતી, બિલ પત્ર, શમી પત્ર, કેળાના પાન, ધતૂરાનુ ફળ અને ફૂલ, આંકડાના ફૂલ, તુલસી, માંજર, જનોઈ, નાળાછડી, વસ્ત્ર, ફૂલ પાન વગેરે. 
 
સુહાગની સામગ્રી - બંગડી, મહેંદી, સિંદૂર, કાજળ, બિંદી, બિચ્છિ, કાંસકો વગેરે 
 
પંચામૃત માટે - શ્રીફળ, કળશ, અબીલ, ચંદન, કપૂર, કુમકુમ, ઘી-તેલ, દીવો, દહી, ખાંડ, દૂધ, મધ.
 
પંચામૃત માટે - શ્રીફળ, કળશ, અબીર, ચંદન, કપૂર, કુમકુમ, ઘી-તેલ, દીવો, દહી, ખાંડ, દૂધ, મધ. 
 
પૂજા વિધિ - કેવડાત્રીજના દિવસે સ્ત્રીઓ નિર્જળા વ્રત કરે છે. આ દિવસે શંકર પાર્વતીની રેતી કે માટીની મૂર્તિ બનાવીને પૂજન કરવામાં આવે છે. ઘર સાફ સફાઈ કરી તોરણ મંડપ વગેરે સજાવવામાં આવે છે. તમે એક પવિત્ર પાટલા પર શુદ્ધ માટીમાં ગંગાજળ  મિક્સ કરીને શિવલિંગ, રિદ્ધિ-સિદ્ધિ સહિત ગણેશ, પાર્વતી અને તેની સખીની આકૃતિ બનાવો. ત્યારબાદ દેવતાઓનુ આહ્વાન કરી પૂજા કરો.  આ વ્રતની પૂજા આખી રાત કરવામાં આવે છે. દરેક પ્રહરમાં ભગવાન શંકરનુ પૂજન અને આરતી થાય છે. 

Edited By-Monica sahu