Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળવાર્તા - પરસેવો પાડ્યા વગર પૈસાની કિમંત સમજાય નહી

Updated: શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (12:12 IST)
એક વેપારીને ઘેર એકનો એક દીકરો. આથી માતા-પિતા પુત્રને બહુ લાડ કરે. એને ખુશ રાખવામાં તેઓ કોઈ ખામી આવવા દે નહિ.
 
વધારે પડતાં લાડથી પુત્ર બગડવા લાગ્યો. એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધુ ને વધુ ઉડાઉ થતો ગયો. ખોટો ખરચ ન કરવો જોઈએ એવી એને ખબર પડતી નહિ. આથી માતા-પિતાને ચિંતા થવા લાગી. પુત્રને સુધારવા માટે માતા-પિતાએ ઘણા પ્રયત્નો કર્યા. પણ કોઈ ફરક પડ્યો નહિ.
 
એક દિવસ પિતાએ પુત્રને કહ્યું: ‘બેટા, મારી પાસે જે કાંઈ છે તે તારું જ છે. પણ શરત એ કે તું પણ કમાઈ શકે છે એવું તારે બતાવવું પડશે. ત્યાં સુધી મારા પૈસામાંથી તને એક પૈસોય નહિ મળે.’
 
પિતાની ટકોરથી પુત્રને ખૂબ લાગી આવ્યું એણે નક્કી કર્યું, ‘હું કમાઈ શકું છું એવું ચોક્ક્સ બતાવી આપીશ.’
 
બીજે દિવસે પુત્ર કામની શોધમાં નીકળ્યો. ફરતા ફરતા તેને લારી ખેંચવાનું કામ મળ્યું. આ કામમાં એણે એક ગોદામમાંથી અનાજની ગૂણો ઉપાડી લારીમાં મૂકવાની ને બીજા ગોદામમાં જઈને ઉતારવાની હતી. આખો દિવસ કાળી મજૂરી કરી ત્યારે એને એક રૂપિયો મળ્યો. રૂપિયો લઈ એ ઘેર ગયો. એણે રૂપિયો પિતાજીને આપ્યો. ઘરની પાછળ વાડામાં એક કૂવો હતો. પિતાએ તો પુત્રની નજર સામે જ શાંતિથી એ રૂપિયાને કૂવામાં નાખી દીધો.
 
થોડા દિવસ આમ જ ચાલ્યું. પિતા દીકરાને કશું કહે નહિ અને એની કમાણીનો રૂપિયો કૂવામાં નાંખી દે. હવે પુત્ર અકળાયો. તેણે પૂછ્યું, ‘પિતાજી, મારી કાળી મજૂરીનો રૂપિયો તમે આમ કૂવામાં શા માટે નાખી દો છો?’
 
પિતાએ એને કહ્યું: ‘હું જાણું છું કે તું દિવસભર સખત મજૂરી કરે છે ત્યારે એક રૂપિયો કમાય છે. તારી મહેનતનો એક રૂપિયો જ્યારે હું કૂવામાં નાંખી દઉં છું ત્યારે તારો જીવ કપાઈ જતો હશે એ પણ હું સમજી શકું છું. એ જ પ્રમાણે દીકરા, મારા કમાયેલા રૂપિયા તું જ્યારે ગમે તેમ વેડફી નાખતો હતો ત્યારે મને કેવું લાગતું હશે એ તને હવે સમજાયું હશે.’
 
પુત્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એણે કાન પકડ્યાં અને પિતાને કહ્યું: ‘તમારી વાત સાવ સાચી છે. હવેથી હું પૈસા ગમે તેમ વેડફીશ નહિ.’

વધુ જુઓ..

જન્મદિવસે જ સગીરની છરીના ઘા મારી હત્યા, ઘરે મૃતદેહ પહોંચ્યો ત્યારે કેક કાપવાની હતી તૈયારી; પરિવાર શોકમાં

6 રાજ્યો પર ખતરો મંડરાઈ રહ્યો છે, ISROએ આગામી 3 મહિના માટે ચેતવણી જારી કરી

બે ભાઈઓએ તેમની માતા અને બહેન સાથે મળીને 10 કિલો સોનું અને લાખોની રોકડ રકમની ચોરી કરી. બધાની ધરપકડ કરવામાં આવી.

BMW 7 Series Facelift લૉંન્ચ, મસાજવાળી સીટ સાથે લકઝરી ઈંટિરિયર, જાણો કિમંત

6 મહિનામાં લગ્નનો દાવો, જયપુરના મંદિરમાં બાપ્પાની મેહંદી પર તૂટી પડ્યા કુંવારા... 3 કલાકમાં 3500 કિલો મેહંદી ખતમ

વધુ જુઓ..

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

આગળનો લેખ
Show comments