1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

અભિમાની કાગડો

અભિમાની કાગડો
એક ઝાડ પર એક કાગડો રહેતો હતો. એક દિવસ તે ક્યાંકથી પૂરી લઈ આવ્યો. પૂરી લઈને તે ઝાડ પર બેઠો હતો. થોડીવારમાં એક શિયાળ ત્યાંથી નીકળ્યો. શિયાળને પૂરી જોઈ મોઢામાં પાણી આવી ગયું. તે પૂરી હડપવાની યુક્તિ શોધવા લાગ્યો.

તેને ઝાડ નીચે આવીને કાગડાના વખાણ કરવા માંડ્યા - 'કાગડાભાઈ તમે કેટલા સારા છો, તમારો વાન તમને કેટલો શોભી રહ્યો છે. કાગડો તો પોતાના વખાણ સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો.

શિયાળે પાછા કાગડાના વખાણ કરવા માંડ્યા. તે બોલ્યો -' કાગડાભાઈ જેટલો તમારો વાન સારો છે, તેટલો જ તમારો રાગ પણ સારો છે. તમે ગાવ છો ત્યારે કેટલી મીઠાસ જરે છે.

હવે કાગડાથી ન રહેવાયું અને તે પોતાના વખાણ સાંભળી ફૂલ્યો ન સમાયો. તેણે તરત જ ગાવાનું શરૂ કર્યુ, જેવું તેમણે ગાવાનું શરુ કર્યુ કે તરત જ તેમના મોઢામાંથી પૂરી નીચે પડી ગઈ, શિયાળ તે પૂરી ઉઠાવીને
ચાલવા માંડ્યો. કાગડાંને પછી અક્કલ આવી કે તેણે શિયાળની વાતોમાં આવવું જોઈતું નહોતુ.

શીખ - આ વાર્તા પરથી સીખવા મળે છે કે વખાણ સાંભળીને ફૂલાવાથી નુકશાન પોતાનું જ થાય છે.
About Writer
વાર્તા