1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

સાચુ બોલતો અરીસો

સાચુ બોલતો અરીસો
એશ નામની એક નાનકડી છોકરી હતી. જે વાત-વાત પર ગુસ્સે થઈ જતી હતી. તેની મમ્મી તેને સમજાવતી કે આટલો ગુસ્સો કરવો સારી વાત નથી, છતાં તેના સ્વભાવમાં કોઈ ફેર ના પડ્યો.

એક વાર એશ પોતાનું લેશન કરી રહી હતી. તેના ટેબલ પર એક સરસ ફ્લાવર પોટ મુક્યુ હતુ. ત્યારે જ ભૂલથી તેના નાના ભાઈનો હાથ તે ફ્લાવર પોટ પર પડી ગયો અને તેના ટુકડાં ટુકડાં થઈ ગયા.

એશ તો ગુસ્સાથી લાલ પીળી થઈ ગઈ. એટલામાં તેની મમ્મી એ એક અરીસો લાવીને તેની સામે મુકી દીધો. ગુસ્સામાં જ્યારે એશે પોતાનો ચહેરો અરીસામાં જોયો તો તે ગુસ્સામાં ખૂબ જ ગંદી લાગતી હતી. પોતાનો બગડેલો ચહેરો જોઈને એશનો ગુસ્સો છૂ-મંતર થઈ ગયો.

ત્યારે તેની મમ્મીએ તેને કહ્યું કે જોયુ એશ ! તારો ચહેરો અરીસામાં કેટલો ગંદો લાગી રહ્યો છે. કારણકે અરીસો કદી ખોટું નથી બોલતો.

એશને સમજાઈ ગયુ કે ગુસ્સો કરવો કેટલો ખરાબ હોય છે. તે દિવસથી એશે ગુસ્સો કરવો છોડી દીધો.

About Writer
વેબ દુનિયા