શુક્રવાર, 6 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: નવી દિલ્‍હી. , બુધવાર, 27 જાન્યુઆરી 2016 (11:40 IST)

સર્વે - જો ચૂંટણી આજે થાય તો મોદી ફરી બનશે પીએમ, લોકોએ કહ્યુ - રામમંદિર બનાવવુ જોઈએ

મોદી
ભલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના નેતૃત્વવાળી એનડીએ સરકાર બિહાર અને દિલ્હીના વિધાનસભા ચૂંટણીમાં હરી ગઈ તો પણ તેમની લોકપ્રિયતા હજુ પણ ઓછી નથી થઈ. જો આજની તારીખમાં લોકસભા ચૂંટણી થાય તો મોદી સરકાર 20 મહિના પુરા થયા પછી પણ સહયોગી દળો સાથે મળીને બહુમતની સરકાર બનાવી શકે છે. દેશનો મિજાજ માપવા માટે થયેલા એક સર્વેમાં 62 ટકા લોકોએ તેમને સૌથી શ્રેષ્‍ઠ ગણ્‍યા છે એટલુ જ નહી તેમને આઝાદી પછીના સૌથી શ્રેષ્‍ઠ વડાપ્રધાન ગણાવ્‍યા છે. સર્વે અનુસાર જો બેઠકોના હિસાબથી આંકવામાં આવે તો આજે ચૂંટણી થાય તો એનડીએને 38 ટકા મતો સાથે 301 બેઠક મળી શકે છે. જયારે 2014માં ગઠબંધનને 339 બેઠકો મળી હતી તો યુપીએને 28 ટકા મતો સાથે 108 બેઠકો મળવાનુ અનુમાન છે. જયારે વર્ષ-2014માં તેને 62 બેઠકો મળી હતી.
 
   સર્વે અનુસાર જો પીએમ તરીકે મોદીના કામકાજની વાત કરવામાં આવે તો 54 ટકા લોકોએ તેને શ્રેષ્‍ઠ ગણ્‍યુ છે. આમા 17 ટકાએ તેને ઘણુ સારૂ અને 37 ટકાએ તેને સારૂ ગણાવ્‍યુ છે. જયારે 30 ટકાએ તેને સરેરાશ ગણાવ્‍યુ છે તો 11  ટકાએ તેને ખરાબ અને 3 ટકાએ તેમના કામને બહેત્તર ખરાબ ગણાવ્‍યુ છે. આ જ પ્રકારે એનડીએ સરકારના કામકાજને 46 ટકાએ સારૂ ગણાવ્‍યુ છે તેમાં 12 ટકાએ તેને ઘણુ સારૂ અને 34 ટકાએ તેને સારૂ કહ્યુ છે.
 
   આઝાદી પછી સૌથી સારા પીએમ તરીકે મોદીને 32 ટકા, ઇન્‍દિરા ગાંધીને 23 ટકા અને વાજપેઇને 21 ટકાએ પસંદ કર્યા હતા. સૌથી લોકપ્રિય પીએમ તરીકે મોદીને 58 ટકાએ, રાહુલને 11 ટકાએ, સોનિયાને 4  ટકાએ અને કેજરીવાલને 4 ટકાએ પસંદ કર્યા છે. 48 ટકા લોકોનું કહેવુ છે કે, મોદીના નેતૃત્‍વમાં અર્થતંત્ર સુધર્યુ છે તો 41 ટકા લોકો અસહમત છે. પીએમની લાહોર યાત્રાને 53 ટકાએ યોગ્‍ય અને 35 ટકાએ અયોગ્‍ય ગણાવી છે.
 
   વિદેશ નીતિની વાત કરવામાં આવે તો 50 ટકાએ માન્‍યુ છે કે આ ક્ષેત્રમાં મહત્‍વનું પરિવર્તન આવ્‍યુ છે. કાળા નાણાની વાત કરવામાં આવે તો 41 ટકાએ માન્‍યુ છે કે, મોદી સરકાર આ મામલે નિષ્‍ફળ ગઇ છે. 43 ટકાએ અલગ અભિપ્રાય આપ્‍યો હતો. આ સર્વે 19 રાજયોમાં 109 સંસદીય વિસ્‍તારમાં 16732 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્‍યો હતો. આ સર્વે 8  થી 13 જાન્‍યુઆરી વચ્‍ચે થયો હતો.
 
   એનડીએ સરકારના કામકાજને સરેરાશથી ઉપર ગણવામાં આવ્‍યુ છે. જો કે મોદી રેટીંગમાં પોતાની સરકારથી આગળ છે. 46 ટકા લોકોએ મોદી સરકારને ઘણી સારી કે સારી ગણાવી છે તો મોદીને 54 ટકા લોકોએ ઘણા સારા ગણાવ્‍યા છે. મોદી સરકાર ઉપર હજુ લોકોનો ભરોસો છે.