1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 11 ઑક્ટોબર 2014 (11:16 IST)

પ્રધાનમંત્રી મોદીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના લોંચ કરી.. જાણો કેવુ હશે આદર્શ ગામ

આદર્શ ગ્રામ યોજના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે મહત્વકાંક્ષી આદર્શ ગ્રામ યોજનાનો શુભારંભ કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો આ કાર્યક્રમ આજે દિલ્હીમાં થશે. આ યોજના હેઠળ દરેક સાંસદ વર્ષ 2019 સુધી ત્રણ ગામોને બુનિયાદી અને સંસ્થાગત માળખુ વિકસિત કરવાની જવાબદારી ઉઠાવશે. મતલબ 2019 સુધી દરેક સંસદીય ક્ષેત્રમાં ત્રણ આદર્શ ગામ બનાવવાનું લક્ષ્ય છે. 
 
કકરિયા ગામને દત્તક લેશે પીએમ મોદી 
 
સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પીએમ મોદી પણ એક સાંસદ તરીકે એક ગામ દત્તક લેશે. વારાણસીથી સાંસદ મોદીના સંસદીય વિસ્તારનુ ગામ છે કકરહિયા. કકરહિયાને દત્તક લેવા માટે 14 ઓક્ટોબરના રોજ પીએમ મોદી વારાણસી જવાના છે. કકરહિયા ગામ રોહનિયા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. જ્યારથી આ ખબર ફેલાયેલ છે કે કકરહિયાને પીએમ દત્તક લેશે ત્યારથી ગામમા સરકારી હલચલ વધી ગઈ છે. સરકારી ગાડીઓ દોડી રહી છે. ગામના લોકો જોશમાં છે. ગામને પહેલવાનોનુ ગામ માનવામાં આવે છે. 
 
પંદર ઓગસ્ટના રોજ લાલ કિલ્લાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદર્શ ગ્રામ યોજનનઈ જાહેરાત કરી હતી અને હવે બે મહિના પછી તેની શરૂઆત થઈ રહી છે. આ યોજનામાં લોકસભા અને રાજ્યસભાના સાંસદોને એક ગામ દત્તક લેવાનુ રહેશે. અને એ ગામનો વિકાસ કરવો પડશે. 
 
કેવુ હશે એક આદર્શ ગામ ? 
 
મેદાની વિસ્તારોમાં ત્રણ હજારથી પાંચ હજારની વસ્તી જ્યારે કે પહાડી વિસ્તારોમાં પંદરસોથી ત્રણ હજારની વસ્તીવાળા ગામ સાંસદ પસંદ કરશે. 
 
કોઈ પણ સાંસદ પોતાના પૈતૃક ગામના પહેલા ચરણમાં નથી પસંદ કરી શકતો. શહેરી વિસ્તારોના સાંસદ પોતાના નિકટની લોકસભા સીટનુ કોઈ ગામ પસંદ કરશે. 
 
કેવી રીતે બનશે આદર્શ ગામ ?
 
ત્રણ ચરણોમાં આદર્શ ગામ બનાવવા માટે કામ કરવામાં આવશે. નાનકડા સમયના કામોને ત્રણ મહિનામાં પુર્ણ કરવાનુ રહેશે. મધ્યમ અવધિવાળા કામ એક વર્ષમાં પુરા કરવાના રહેશે. લાંબા સમયના કામો માટે એક વર્ષથી વધુનો સમય મળશે. 
 
સૌથી પહેલા નાનકડા સમયના કામોને પ્રાથમિકતા આપવી પડશે. જેવા કે ગામની સફાઈ અને ગામને લીલુછમ કરવાનુ કામ. શાળા અને આંગનવાડીમાં ગામના સો ટકા બાળકોનુ નામાંકન. સૌને સ્વાસ્થ્યની સુવિદ્યા આપવાની પ્રક્રિયા. 
 
આદર્શ ગ્રામ યોજના હેઠળ 
 
ગામના બધા ખેડૂતોને Soil health card અને બધા ગ્રામીણોને હેલ્થ તેમજ આધાર કાર્ડ મળશે. 
 
શાળાને સ્માર્ટ શાળા બનાવી શકાય છે.  દરેક ગામ પોતાની એક આર્થિક એજંડા નક્કી કરશે જેથી ગામમાં ઉત્પાદિત  થનારી વસ્તુઓનુ ઉત્પાદન વધે. 
 
આદર્શ ગામનો જન્મદિવસ મનાવવાની પણ યોજના છે 
 
રોચક વસ્તુઓ પણ હશે ગામમાં. જેવી કે દરેક ગામ પોતાનો જન્મદિવસ ઉજવે. જેમા ગામની બહાર રહેનારા કોઈ વ્યક્તિને બોલાવીને તેનુ સન્માન કરવામાં આવે. ગામના વડીલોનુ સન્માન કરવામાં આવે.  ગામના કોઈ સ્વતંત્રતા સૈનાની કે શહીદ હોય તો તેના અંગે બાળકોને જાગૃત કરવામાં આવે. આ યોજનાને અમલમાં લાવવાની જવાબદારી એ સાંસદની રહેશે જેને આ ગામની પસંદગી કરી છે.