શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: શુક્રવાર, 14 નવેમ્બર 2014 (12:23 IST)

હવે ઓસ્ટ્રેલિયામાં નમો નમો - ઓસ્ટ્રેલિયા પહોંચ્યા નરેન્દ્ર મોદી..બ્રિસ્બેન પર ભવ્ય સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. મોદી ભારતીય સમયમુજબ સવારે લગભગ 7-15 વાગ્યે બ્રિસ્બેન એયરપોર્ટ પર ક્વીસલેંડના પ્રીમિયર કૈબલ ન્યુમને નરેન્દ્ર મોદીનુ સ્વાગત કર્યુ. ત્યારબાદ મોદી ક્વીસલેંડ યુનિવર્સિટી પહોંચ્યા જ્ય તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. 
 
આ દરમિયાન મોદી દુનિયાની 20 વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થાઓના સમુહના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. મ્યામાંરની રાજધાનીમાં આસિયાન ભારત અને પૂર્વી એશિયા સંમેલનોમાં ભાગ લીધા પછી મોદી ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનના માટે રવાના થયા હતા. પૂર્વી એશિયા સંમેલનમાં મોદીએ કહ્યુ કે વૈશ્વિક સમુહે પણ બધા પ્રકારની આતંકવાદી ગતિવિધિઓ વિરુદ્ધ જંગમાં સ્વાભાવિક આંતરરાષ્ટ્રીય ભાગીદારી બનાવતા ધર્મ અને આતંકવાદ વચ્ચે કોઈપણ પ્રકારના સંબંધને રદ્દ કરવા જોઈએ. 
 
ભારત-આસિયાન સંબંધો પર મોદીએ કહ્યુ કે આ સંબંધોમાં પરેશાની નથી અને તે ખૂબ સારા ભાગીદાર બની શકે છે. શિખર સંમેલનો સિવાય મોદીએ ચીનના પ્રધાનમંત્રી લી ક્વિંગ .. મલેશિયાઈ સમકક્ષ નજીબ રજાક રૂસના પ્રધાનમંત્રી દમિત્રી મેદવેદેવ અને થાઈલેંડના સમકક્ષ જનરલ પ્રયુક્ત ચાનઓચા સાથે મુલાકાત કરી. બ્રિસ્બેનમાં જી20 શિખર સંમેલનમાં મોદીએ પોતાના ભાષણમાં રોજગારવિહિન વૃદ્ધિ પર પોતાની ચિંતાઓ વ્યક્ત કરશે. 
 
શિહર સંમેલન પછી મોદી 16થી 18 નવેમ્બર સુધી પોતાના દ્વિપક્ષીય પ્રવાસ હેઠળ સિડની કૈનબરા અને મેલબર્ન જશે. મોદી વર્ષ 1986માં રાજીવ ગાંધીના પછી ઓસ્ટ્રેલિયા જનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન મોદી કૈનબરામાં પ્રધાનમંત્રી ટોની એબોટની પણ મુલાકાત લેશે. 
 
મોદી અને એબોટની વચ્ચે ગયા મહિને ભારતમાં મુલાકાત પછી આ બંને વચ્ચે આ બીજી બેઠક થશે. એબોટ ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડમાં મોદી માટે ભોજનુ આયોજન કરશે. મોદી સંઘીય સંસદની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરશે. મોદી  19 નવેમ્બરના રોજ એકદિવસીય પ્રવાસ પર ફિજી જઈને બીજા દિવસે સ્વદેશ પરત આવશે.