હવે કોંગ્રેસે મોદીને નેહરુ જન્મદિવસ કોંફ્રેંસમાં આમંત્રણ ન આપ્યુ
કોંગ્રેસે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુના 125મા જન્મદિવસ પર બે દિવસોની આંતરરાષ્ટ્રીય કોન્ફ્રેંસનુ આયોજન કર્યુ છે. જેમા સામેલ થવા માટે દુનિયાભરના 54નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આ આયોજનને લઈને વિવાદ થઈ શકે છે. કારણ કે કોંગ્રેસે જ્યા અનેક આંતરરાષ્ટ્રીય હસ્તિયોને બોલાવી છે તો બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યુ નથી. આમ તો કેન્દ્ર સરકાર પણ નેહરુના જન્મદિવસ પર કાર્યક્રમોની જાહેરાત કરી ચુકી છે.
રાજ્યસભામાં કોંગ્રેસના ઉપનેતા આનંદ શર્માએ કોંગ્રેસ મુખ્યાલયમાં બોલવેલ પ્રેસ કોન્ફ્રેંસમાં જણાવ્યુ બે દિવસોની કોન્ફ્રેંસની શરૂઆત 17 નવેમ્બરના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હીમાં થશે. 54 નેતાઓને તેમા હાજરી આપવાનુ આમંત્રણ આપવામાં આવ્યુ છે. જો કે કેટલા લોકોને તેમા શામેલ થવાની સ્વીકૃતિ આપી છે તે વિશે કોંગ્રેસ નેતાએ કશુ જ કહ્યુ નથી. આનંદ શર્માએ ત્યારબાદ કહ્યુ કે પ્રધાનમંત્રીને આ આંતરરાષ્ટ્રીય મીટ માટે આમંત્રિત નથી કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે મોદી સરકાર પહેલા જ નેહરુની જન્મતિથિ પર અનેક કાર્યક્રમોની જાહેરાત કરી ચુકી છે. સંસ્કૃતિ મંત્રાલયે આ આયોજનો માટે 20 કરોડ રૂપિયાના ફંડની પણ વહેંચણી કરી છે. પ્રધાનમંત્રીએ આ આયોજનો માટે તાજેતરમાં એક કમિટી પણ બનાવી હતી. જેમા નેહરુ ગાંધી પરિવારના કોઈપણ સભ્યને સ્થાન નહોતુ અપાયુ.
આ પહેલા જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ પણ આ જ પ્રકારના વિવાદને જન્મ આપ્યો હતો. જ્યરે તેમણે પોતાના પુત્રની દસ્તારબંદીની રસ્મ (પોતાનો ઉત્તરાધિકારી બનાવવાની પ્રક્રિયા) માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને તો આમંત્રણ આપ્યુ પણ દેશના પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાની ના પાડી દીધી હતી. તેમનુ કહેવુ હતુ કે ભારતીય મુસલમાન મોદી સાથે જોડાય શક્યા નથી. 22 નવેમ્બરના રોજ થનારા આ કાર્યક્રમ માટે બુખારીએ રાજનાથ સહિત બીજેપીના ચાર નેતાઓને આમંત્રણ મોકલ્યુ છે.