Festival Posters
✕

Kerala Doctors Death: કેરળમાં જીપીએસે ગેરમાર્ગે દોર્યા, નદીને બતાવ્યો રોડ, 2 ડોક્ટરના મોત

Updated: મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (09:53 IST)
google map
2 Doctors died After Map Misguided: ટેક્નોલોજી પર આંધળો વિશ્વાસ કરવો પણ તમારો જીવ લઈ શકે છે. કેરળમાં પણ કંઈક આવું જ બન્યું છે, જ્યાં ગૂગલ મેપ દ્વારા ગેરમાર્ગે દોરાઈને બે લોકોએ જીવ ગુમાવ્યા છે. વાસ્તવમાં, કોચી નજીક ગોથુરુથમાં પેરિયાર નદીમાં કાર પડતાં બે ડોક્ટરોના મોત થયા હતા અને મૃત્યુનું કારણ ગૂગલ મેપ બન્યો હતો. કારમાં જઈ રહેલા 2 યુવકો ગૂગલ મેપની મદદથી આગળ વધી રહ્યા હતા, જ્યાં ગેરમાર્ગે દોરાયા બાદ તેમની કાર ખાડામાં પડી અને બે યુવકોના મોત થયા. 
 
શું છે સમગ્ર મામલો
 
પીટીઆઈ એજન્સીના જણાવ્યા અનુસાર, પોલીસે જણાવ્યું કે કારમાં મુસાફરી કરી રહેલા બે ડોકટરો શનિવારે મોડી રાત્રે કેરળમાં કોચી નજીક પેરિયાર નદીમાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે. ડોક્ટરોની ઓળખ અદ્વૈત (29) અને અજમલ (29) તરીકે કરવામાં આવી છે, જેઓ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં પોસ્ટેડ હતા. શનિવારે રાત્રે 12.30 વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું.
 
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટરો સાથે મુસાફરી કરી રહેલા અન્ય ત્રણ લોકો પણ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. પોલીસે કહ્યું કે એવું લાગે છે કે કાર ચાલકે ગૂગલ મેપ્સના નિર્દેશોનું પાલન કર્યું અને નદી પર પહોંચી ગયો, જ્યારે તે રસ્તા પર જવાનો હતો.
 
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે તે સમયે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી.તેઓ ગૂગલ મેપ દ્વારા દર્શાવવામાં આવેલા રૂટ પર જઈ રહ્યા હતા, પરંતુ એવું લાગે છે કે તેઓ નકશામાં બતાવેલા ડાબા વળાંકને બદલે ભૂલથી આગળ વધી ગયા હતા અને નદીમાં પડી ગયા હતા. . સ્થાનિક લોકો તેમને બચાવવા માટે પહોંચ્યા હતા અને ફાયર સર્વિસ અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. ડોકટરોના મૃતદેહને બહાર કાઢવા માટે ડાઇવર્સની ટીમ તૈનાત કરવામાં આવી હતી. ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે 

વધુ જુઓ..

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

આગળનો લેખ
Show comments