શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2023 (17:45 IST)

Vadodara News - ગૂગલ મેપે રસ્તો ખોટો બતાવ્યો, બાઈક લઈને નીકળેલા વડોદરાના યુવકનું અકસ્માતમાં મોત

vadodara news
Vadodara News  - વડાદરામાં આજવા રોડ ઉપર રહેતો સગરી લાયસન્સ ન હોવા છતાં, મોટર સાઇકલ લઇને નીકળ્યો હતો. ગુગલ મેપ ચાલુ કરીને નીકળેલ સગીર એક્સપ્રેસ હાઇવે ઉપર પહોંચી ગયા બાદ મોટર સાઇકલ પલટાવી રીટર્ન આવી રહ્યો હતો. તે દરમિયાન પસાર થઇ રહેલા અજાણ્યા વાહનમાં ભટકાતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળેલી માહિતી પ્રમાણે વડોદરાના આજવા રોડ ઉપર સી-402, સેવાકુંજ સોસાયટીમાં રહેતો 17 વર્ષિય પ્રથમ પ્રકાશભાઇ રામવાણી પોતાની પાસે લાયસન્સ ન હોવા છતાં, મોટર સાઇકલ લઇને નીકળ્યો હતો. ગુગલ મેપ ચાલુ કરીને બાઇક લઇને નીકળેલો પ્રથમ ગુગલ મેપે બતાવેલા રસ્તા મુજબ એક્સપ્રેસ હાઇવે ઉપર ચઢી ગયો હતો.એક્સપ્રેસ હાઇવે ઉપર ચઢી ગયા બાદ તેણે લાગ્યું કે, પોતે ખોટા રસ્તા ઉપર ચઢી ગયો હતો. આથી તે પોતાની મોટર સાઇકલ રીટર્ન કરી પરત આવી રહ્યો હતો. તે સમયે એક્સપ્રેસ હાઇવે તરફ પુરપાટ પસાર થઇ રહેલા અજાણ્યા વાહનમાં ભટકાઇ જતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અરેરાટી ભર્યા બનાવ અંગેની જાણ મંજુસર પોલીસને થતાં તુરતજ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

મળેલી માહિતી પ્રમાણે અકસ્માતમાં મોતને ભેટેલ પ્રથમ મોટર સાઇકલ લઇને છાણી બહેનના ઘરે જઇ રહ્યો હતો. દરમિયાન તે એક્સપ્રેસ હાઇવે ઉપર ચઢી જતા યુટર્ન લેતી વખતે અજાણ્યા વાહન સાથે ભટકાતા મોતને ભેટ્યો હતો. પરિવારજનોએ હાઇવે ઓથોરીટી દ્વારા કોઇ માર્ગદર્શન આપતા બોર્ડ લગાવ્યા ન હોવાથી અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ મુક્યો હતો.અકસ્માતમાં મોતને ભેટેલ પ્રથમ રામવાણી અભ્યાસ કરવા સાથે ફૂટબોલ પણ રમી રહ્યો હતો. પ્રથમનું અકસ્માતમાં મોત નીપજતાં પરિવારજનોએ વજ્રઘાત સમો આંચકો અનુભવ્યો હતો. આ બનાવ અંગે પ્રથમના ભાઇએ મંજુસર પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.