Festival Posters
✕

યૂપીમાં વાવાઝોડાનુ એવુ વિકરાળ રૂપ કે ટીન શેડ સાથે એક વ્યક્તિ હવામાં ઉછળ્યો, વાયરલ થઈ રહ્યો છે Video

Updated: ગુરુવાર, 14 મે 2026 (10:25 IST)
Bareilly man flying in storm
ઉત્તરપ્રદેશના અનેક જીલ્લામાં હવામાને તબાહી મચાવી દીધી છે. આંધી-વાવાઝોડુ, આકાશીય વીજળી અને વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી 70 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. બીજી બાજુ મોટી સંખ્યામાં લોકો ઘાયલ થવાનુ  પણ જાણવા મળ્યુ છે. પ્રયાગરાજ, ભદોહી, ફતેહપુર અને સોનભદ્ર સહિત અનેક જિલ્લાઓ તબાહીમાં મુકાયા છે. માનવ અને પશુઓના મોતના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. આ વચ્ચે, ઉત્તર પ્રદેશના બરેલીથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ વાવાઝોડાથી હવામાં ઘણા ફૂટ ઉછળતો દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ALSO READ: દિલ્હીમાં ચાલતી બસમાં મહિલા પર બળાત્કાર, પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી

શું છે આખો મામલો?

ઉત્તર પ્રદેશમાં આવેલા ભયંકર વાવાઝોડા અને વરસાદે બરેલી જિલ્લામાં પણ તબાહી મચાવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ભારે વાવાઝોડાને કારણે ટીન શેડ સાથે હવામાં ઉડી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વાવાઝોડાથી હવામાં ઉડી ગયેલા વ્યક્તિની ઓળખ નન્હે તરીકે થઈ છે. યુવક નીચે પડી જવાથી ઘાયલ થયો હતો. આ સમગ્ર ઘટના બરેલીના ભામોરા પોલીસ સ્ટેશન હેઠળના બામિયાના ગામમાં બની હોવાનું જાણવા મળે છે.

<

बरेली का यह वीडिया हो!

तूफान कितना भीषण है इसका अंदाजा इस बात से लगा सकते है कि शख्स आंधी से बचाने के लिए टीन पकड़े खड़ा था।
आंधे ने फूटबॉल की तरह उड़ा दिया।
पूरे उत्तर भारत में भीषण आंधी और तूफान का कहर जारी है।#Storm #Barelly #UP #Breaking #Viral #viralvídeo pic.twitter.com/WDlgXlTBxy

— Md Afzal Alam (@afzalalamjmi) May 13, 2026 >
 

અત્યાર સુધીમાં 70 લોકોના મોત

ભયંકર વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં વૃક્ષો, દિવાલો અને વીજળીના થાંભલા પડી ગયા છે. અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં કુદરતી આફતને કારણે 70 લોકોના મોત થયા છે. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સક્રિય છે અને તમામ ઘાયલોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
ALSO READ: યૂપીમાં વાવાઝોડાનો કહેર, 37 નાં મોત, અનેક ઈમારતોની દિવાલો પડવાથી કાટમાળમાં દબાયા લોકો, જળમાંથી ઉખડી ગયા વ્રુક્ષો

24 કલાકમાં વળતર આપવાનો આદેશ 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિનાશની નોંધ લીધી છે અને અધિકારીઓને 24   કલાકમાં વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને પણ ફિલ્ડમાં જઈને સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય દરેક જિલ્લામાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓને 24  કલાકમાં રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરવા અને પીડિતો સુધી સહાય પહોંચે તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે.
About Author
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... Read More

વધુ જુઓ..

રોજના પૌંઆ અને ઉપમા ખાઈને કંટાળી ગયા છો? તો રવાથી બનાવો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રવા વડા

પાટણ ના પટોળા ની કિંમત

એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને નાસ્તા માટે પરફેક્ટ મિક્સ વેજ ગ્રિલ સેન્ડવિચ રેસિપી

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

વધુ જુઓ..

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

આગળનો લેખ
Show comments