સંબંધિત સમાચાર
- સંજય સિંહની ધરપકડ પર વિપક્ષ નારાજ, BJPએ આપ્યો જવાબ, AAPએ બોલાવી ઈમરજન્સી બેઠક
- ભાજપ-કોંગ્રેસમાં ભરતી AAPમાં ઓટઃ અર્જુન રાઠવાએ શક્તિસિંહના હાથે કોંગ્રેસનો ખેસ પહેર્યો
- Loksabha Election 2024 - ગુજરાતમાં ગઠબંધનને લઈ AAPએ હાથ પકડ્યો, કોંગ્રેસે એક ઝાટકે ખંખેરી નાંખી ખુલાસો કર્યો
- Lok Sabha Elections 2024: ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ INDIA ગઠબંધન હેઠળ લોકસભાની ચૂંટણી લડશે
- Delhi Service Bill LIVE: સંસદની કાર્યવાહી શરૂ, દિલ્હી સેવા બિલને આજે રાજ્યસભામાં મળશે મંજૂરી?
EDના સમન્સને કેજરીવાલે ગેરકાયદે ગણાવ્યું, કહ્યું- નોટિસ તાત્કાલિક પાછી ખેંચો
આજનો દિવસ આમ આદમી પાર્ટી માટે બેવડી મુશ્કેલી લઈને આવ્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આજે સીએમ અરવિંદ કેજરીવાલે ED સમક્ષ હાજર થવાનું છે. પરંતુ તે પહેલા EDએ કેજરીવાલના મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ED દ્વારા તેમને મોકલવામાં આવેલા સમન્સ પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેણે EDની નોટિસને ગેરકાયદે ગણાવી છે.
શું બોલ્યા કેજરીવાલ ?
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે EDની નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે. આ નોટિસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે તેમને નોટિસ એટલા માટે મોકલવામાં આવી હતી જેથી તેઓ ચાર રાજ્યોમાં પ્રચાર કરી શકે નહીં. તેમણે કહ્યું કે EDએ તાત્કાલિક નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ.
આજે હાજર થશે ?
એવું માનવામાં આવી રહ્યું હતું કે EDના સમન્સ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરુવારે એજન્સીની ઓફિસમાં પૂછપરછ માટે પહોંચી શકે છે. કેજરીવાલ ED ઓફિસ જતા પહેલા રાજઘાટની મુલાકાતે ગયા હોવાના પણ અહેવાલ હતા. જોકે, તેમના નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે તેઓ સુનાવણી માટે નહીં જાય.
આગળનો લેખ
