Biodata Maker
✕

ગુજરાતમાં આજે જાહેર થઈ SIR ની ડ્રાફ્ટ વોટર લિસ્ટ, ચેક કરી લેજો તમારુ નામ છે કે નહી

Updated: શુક્રવાર, 19 ડિસેમ્બર 2025 (17:45 IST)
ચૂંટણી પંચે તમિલનાડુ અને ગુજરાતમાં આજે શુક્રવારે 19 ડિસેમ્બર 2025 ના રોજ સ્પેશલ ઈંટેસિવ રિવીજન (SIR) ની ડ્રાફ્ટ વોટર લિસ્ટ રજુ કરી દીધુ છે. આ લિસ્ટ સામે આવતા જ હવે લોકો મતદાતા યાદીમાં પોતાનુ નામ ચેક કરશે.  
 
ચૂંટણી પંચે ત્રણ દિવસ પહેલા 16 ડિસેમ્બરના રોજ રાજસ્થાન, ગોવા, પશ્ચિમ બંગાળ, લક્ષદ્વીપ અને પુડુચેરી માટે ડ્રાફ્ટ મતદાર યાદીઓ બહાર પાડી હતી. હવે, તમિલનાડુ અને ગુજરાત માટે ડ્રાફ્ટ મતદાર યાદીઓ પણ બહાર પાડવામાં આવી છે.
 
SIR ડ્રાફ્ટ મતદાર યાદી
SIR માટે આ ડ્રાફ્ટ મતદાર યાદીને ફક્ત મતદાર ચકાસણી કહી શકાય. આ યાદીમાં મૃત, ગુમ, કાયમી સ્થાનાંતરિત, અગાઉ નોંધાયેલા અને અન્ય યાદીઓમાં સૂચિબદ્ધ લોકો વિશે માહિતી પ્રદાન કરવામાં આવશે.
 
SIR  લિસ્ટમાં નામ કેવી રીતે ચેક કરશો ?
 
SIR માટે આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈપણ વ્યક્તિ પોતાનું નામ ચકાસી શકે છે. પ્રક્રિયા એકદમ સરળ છે.
 
આ યાદીમાં તમારું નામ તપાસવા માટે, પહેલા voters.eci.gov.in વેબસાઇટની મુલાકાત લો.
આ પછી, તમને વેબસાઇટના તળિયે મતદાર યાદી ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.
એક નવું મતદાર યાદી લિસ્ટનુ પેજ ખુલશે. તમારું રાજ્ય પસંદ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.
ત્યારબાદ એક નવું પેજ ખુલશે, જે જિલ્લાવાર માહિતી જાહેર કરશે. તમે જે જિલ્લામાં રહો છો તેની બાજુમાં "Show" વિકલ્પ પર ક્લિક કરો.
આનાથી એક યાદી ખુલશે. આ યાદીમાં બૂથ-વાઈસ મતદાર ડેટા PDF ફોર્મેટમાં પ્રદર્શિત થશે.    
 

વધુ જુઓ..

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments