શનિવાર, 13 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 11 ડિસેમ્બર 2025 (16:25 IST)

ગુજરાત, મઘ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત 7 રાજ્યો માટે વધારવામાં આવી SIR ની તારીખ, ચૂંટણી પંચે જાહેર કર્યો આદેશ

last date for SIR
ચૂંટણી પંચે ગુજરાત, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યોમાં SIR પ્રક્રિયાની સમયમર્યાદા 14 દિવસ લંબાવી છે. પંચે પશ્ચિમ બંગાળની તારીખોમાં કોઈ ફેરફાર કર્યો નથી. પંચે SIR તારીખો અંગેનો આદેશ પણ જાહેર કર્યો છે.
 
ચૂંટણી પંચે કેરળ માટે તારીખમાં ફેરફારની જાહેરાત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષી પક્ષો ચૂંટણી પંચની SIR સમયમર્યાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે કમિશન પર અવ્યવહારુ સમયમર્યાદા લાદવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો વચ્ચે, કમિશને હવે આ આદેશ રજુ કર્યો છે.