શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 1 એપ્રિલ 2022 (15:21 IST)

ભારતની આ કોલેજના 24 સ્ટુડેંટ કોરોના પોઝીટિવ, ઓફલાઈન ક્લાસેસ બંધ, માસ ટેસ્ટિંગ શરૂ

ગોવામાં બિટ્સ પિલાની (BITS Pilani) એંજીનિયરિંગ કોલેજ કૈપસમાં એંજિનિયરિંગના 24 વિદ્યાર્થી કોરોના પોઝીટીવ જોવા મળ્યા. ત્યારબાદ દક્ષિણ ગોવા જીલ્લાની સરકારે કોલેજના બધા શિક્ષકો  અને વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. કૈપસમાં લગભગ 2800 વિદ્યાર્થી છે. 
 
વાસ્કોના ડિપ્ટી કલેક્ટર દેસાઈએ જણાવ્યુ ક એગોવાના જુઆરીનગર સ્થિત  BITS Pilani કૈપસમાં 24 વિદ્યાર્થી કોરોના પોઝીટીવ જોવા મળ્યા છે. એટલુ જ નહી કોલેજમાં ઓફલાઈન ક્લાસેસ બંધ કરવામાં આવી છે.  સાથે જ માસ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવી છે. 
 
પ્રશાસને  BITS Pilani ગોવાના રજિસ્ટ્રારને બધા સ્ટુડેટ્સ, ટીચર્સ ફેકલ્ટી અને સંક્રમિતના સંપર્કૢમા આવેલા બધા લોકોની કોરોના ટેસ્ટિંગ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કોરોના પ્રોટોકોલ હેઠળ્બ દહા જરૂરી પગલા લેવાનુ કહેવામા આવ્યુ છે.