સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 31 માર્ચ 2022 (16:48 IST)

100 શક્તિશાળી લોકોમાં 7 ગુજરાતીઓ, જેમાં એક બાપ-દીકરાની જોડી છે

ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી બહાર પડેલી દેશના 100 સૌથી શક્તિશાળી લોકોનુ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં પીએમ મોદીએ નંબર વનનુ સ્થાન જાળવી રાખ્યુ છે. ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે, આ યાદીમાં 7 ગુજરાતીઓ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે તેઓ દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં પ્રથમ નંબરે બિરાજમાન છે. આ યાદીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, આરોગ્ય મંત્રી મનુસાખ માંડવિયા અને જય શાહના નામ સામેલ છે. 
 
નરેન્દ્ર મોદી - 1 ક્રમે
અમિત શાહ - 2 ક્રમે
મુકેશ અંબાણી - 5 મા ક્રમે
ગૌતમ અદાણી - 7 મા ક્રમે
મનસુખ માંડવિયા - 25 મા ક્રમે
સીઆર પાટીલ - 53 મા ક્રમે
જય શાહ - 47 મા ક્રમે