સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 30 ઑગસ્ટ 2025 (13:31 IST)

અલ્લુ અર્જુનના ઘરે દુ:ખોનો પહાડ તૂટ્યો, શૂટિંગ છોડી મુંબઈથી હૈદરાબાદ નીકળ્યો અભિનેતા

Allu Kanakaratnam
પુષ્પા ફેમ સાઉથ સુપરસ્ટર અલ્લુ અર્જુનના ઘરે દુખોનો પહાડ તૂટી પડ્યો છે. અલ્લુ અર્જુનની દાદીનુ 94  વર્ષની વયમાં નિઘન થયુ છે. દાદીના નિઘનથી તેમના ઘરમાં સન્નાટો છવાયો છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો દાદીની મોતની માહિતી મળતા જ અલ્લુ અર્જુન પોતાના શૂટિંગ પ્રોજેક્ટ્સ છોડીને મુંબઈથી હૈદરાબાદ માટે નીકળી પડ્યો છે.  
 
ચિરંજીવીએ શ્રદ્ધાંજલિ પાઠવી
 
અલ્લુ અર્જુનના દાદીના અવસાનથી પરિવાર અને શુભેચ્છકોમાં ઊંડા શોક છવાઈ ગયો છે, ચાહકો અને ઉદ્યોગના સાથીદારો તરફથી શોકની લાગણી છવાઈ ગઈ છે. તેલુગુ અભિનેતા ચિરંજીવીએ તેમના x હેન્ડલ પર તેમની સાસુના અવસાન પર ભાવનાત્મક સંદેશ શેર કર્યો. તેમણે લખ્યું, "આપણી સાસુ... શ્રી અલ્લુ રામલિંગય ગરુના પત્ની કનકરથનમ્મા ગરુનું અવસાન અત્યંત હૃદયદ્રાવક છે. તેમણે અમારા પરિવારોને બતાવેલ પ્રેમ, હિંમત અને જીવન મૂલ્યો હંમેશા અમારા માટે પ્રેરણારૂપ રહેશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ."
 
દિગ્ગજ કોમેડિયન હતા અલ્લ્લુ અર્જુનના દાદા 
ઉલ્લેખનીય છે  કે અલ્લુ અર્જુનની ગણતરી આજે દક્ષિણ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટારમાં થાય છે. પરંતુ અલ્લુ અર્જુનના પરિવારમાં સિનેમાનું આ બીજ તેમના દાદા 'અલ્લુ રામલિંગા' દ્વારા રોપવામાં આવ્યું હતું. રામલિંગા, જે તેમના સમયના ટોચના હાસ્ય કલાકાર અને પીઢ અભિનેતા હતા, તેમનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું. હવે તેમની પત્ની એટલે કે અલ્લુ અર્જુનની દાદી પણ આ દુનિયાને અલવિદા કહી ચૂકી છે. વર્ષ 2021 માં, અલ્લુ અર્જુને તેમના દાદાને યાદ કરીને એક ભાવનાત્મક પોસ્ટ પણ લખી હતી. જેમાં તેમણે તેમના પરિવારની સિનેમેટિક સફળતા માટે તેમના દાદાને શ્રેય આપ્યો હતો.