સંબંધિત સમાચાર
- માતા વૈષ્ણોદેવીના ભક્તોને ભેટ, બસ 6 મિનિટમાં કરી શકશે દર્શન, જાણો કેવી રીતે
- Vaishno Devi temple- વૈષ્ણોદેવી મંદિર જમ્મુ કાશ્મીર ક્યારે જવુ કેવી રીતે પહોંચવુ
- બદ્રીનાથ-અયોધ્યા હાર્યા બાદ ભાજપે નવરાત્રિમાં માતાના આશીર્વાદ મેળવ્યા, શ્રીમાતા વૈષ્ણોદેવીની બેઠક જીતી
- જમ્મુ-કાશ્મીર - માતા વેષ્ણોદેવી ભવન માર્ગ પર ભૂસ્ખલન, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, એક શ્રદ્ધાળુ ઘાયલ
- Vaishno Devi Temple : - વૈષ્ણો માતાના દર્શનથી પૂરી થાય છે દરેક મનોકામના
Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં
Vaishno Devi- Strike news- કટરામાં વૈષ્ણો દેવી ભવન સુધી રોપ-વેના નિર્માણ સામે વિરોધ ચાલુ છે. વિરોધીઓ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે અને તાજેતરમાં જ સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરો અને ઈંટો ફેંકી હતી તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી. વિરોધ 72 કલાકની હડતાલ તરીકે શરૂ થયો હતો, જે હવે બીજા 24 કલાક માટે લંબાવવામાં આવ્યો છે.
હડતાળના કારણે સેવાઓ પ્રભાવિત
આ હડતાળને કારણે વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટેની કેટલીક મહત્વપૂર્ણ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઘોડા, ગાડી અને પાલખી સેવાઓ હાલમાં બંધ છે, અને તે ક્યારે ફરી શરૂ થશે તેની કોઈ માહિતી નથી. આ ઉપરાંત, કટરાથી ભવન તરફના માર્ગ પરની દુકાનો પણ બંધ રહેશે, પરંતુ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની દુકાનો અને સંસ્થાઓ ખુલ્લી રહેશે.
