Daily Horoscope
✕

લંચ હોય કે ડીનર બનાવો ચિકન મસાલા

Updated: મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (23:10 IST)
chicken masala
જો તમને પણ ચિકન ખાવાનું ગમતું હોય તો તમને આ ચિકન મસાલાનો સ્વાદ ગમશે. તેને તમે ઓછા સમયમાં સહેલાઈથી બનાવી શકો છો. 
 
સામગ્રી 
1/2 કિલો ચિકન
4 ડુંગળી (ઝીણી સમારેલી)
2 ટામેટાં (બારીક સમારેલા)
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી હળદર પાવડર
1/2 ચમચી ધાણા પાવડર
1 ટીસ્પૂન જીરું પાવડર
5 કાળા મરી
3-4 એલચી
1 નંગ તજ
1 ટીસ્પૂન જીરું
2 લવિંગ
2 તમાલપત્ર 
1 ચમચી ગરમ મસાલો
સ્વાદ મુજબ મીઠું
1 કપ તેલ
1 કપ પાણી
 
બનાવવાની રીત 
 
- સૌ પ્રથમ આખા મસાલાને મિક્સરમાં નાખીને બારીક વાટી  લો.
- ત્યારબાદ ચિકનના ટુકડાને સારી રીતે ધોઈ લો અને કિચન પેપર વડે પાણીને સૂકવી લો.
- હવે એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ મુકો અને તેને ગરમ કરો.
- તેલ ગરમ થાય એટલે તેમાં વાટેલા મસાલા, જીરું, તજ, લવિંગ, તમાલપત્ર અને એલચી નાખીને 15-20 સેકન્ડ માટે ફ્રાય કરો.
- આ પછી તેમાં ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાખીને સાંતળો.
હવે તેમાં ટામેટા, લાલ મરચું પાવડર, હળદર પાવડર, જીરું પાવડર અને ધાણા પાવડર ઉમેરીને 5 મિનિટ માટે સાંતળો.
હવે તેમાં ચિકનના ટુકડા અને મીઠું નાખીને 5-7 મિનિટ પકાવો.
આ પછી, એક કપ પાણી ઉમેરો, પેનનું ઢાંકણું બંધ કરો અને ચિકનને 20 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો.
- નિર્ધારિત સમય પછી ફ્લેમ બંધ કરી દો.
- તૈયાર છે ચિકન મસાલો. લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

વધુ જુઓ..

iPhone Duo અહીં ઉપલબ્ધ છે સૌથી સસ્તો, કિંમત ભારત કરતા લગભગ 1 લાખ રૂપિયા ઓછી છે, iPhone 18 Pro અને Pro Maxની કિંમત પણ જાણો

Jio IPO એ ઇતિહાસ રચ્યો, પહેલી વાર 1 કરોડની અરજીઓ વટાવી ગઈ

ત્રણ દેશો ટાયફૂન ચેમ્પીના ખતરાનો સામનો કરી રહ્યા છે, જે તેની સાથે 191 કિમી/કલાકની ઝડપે પવન, મુશળધાર વરસાદ અને ઊંચા મોજાઓ લઈને આવી રહ્યા છે.

દિવાળી પહેલા મોંઘવારીનો મોટો ઝટકો: અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો

Gold Silver Rate 23 October- સોનાના ભાવ ફરી ઘટ્યા; ભોપાલ અને ઇન્દોરના શુક્રવારે 10 ગ્રામના ભાવ અહીં છે. ચાંદી ક્યાં ગઈ તે જાણો

વધુ જુઓ..

HAPPY SHARAD PURNIMA WISHES: આ 10 સંદેશા દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શરદપૂનમની શુભેચ્છા, પૂનમની પ્યારી પ્યારી રાત....

Sharad Purnima 2026: ક્યારે છે શરદ પૂર્ણિમા, 25 કે 26 ઓક્ટોબર ? જાણો વ્રત પૂજા અને દાનનું મહત્વ

સંતોષી માતાની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 ઓક્ટોબર 2026

23 ઓક્ટોબરનાં રોજ રાખવામાં આવશે શુક્ર પ્રદોષ વ્રત, નોંધી લો કાળનો સમય, ચોઘડિયા મુહૂર્ત અને સંપૂર્ણ પૂજા વિધી

આગળનો લેખ
Show comments