નંદી વિનાના મહાદેવ
|
નાસિક શહેરના પ્રસિદ્ધ પંચવટી વિસ્તારમાં ગોદાવરીના તટની પાસે કપાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભગવાન શીવજીએ અહીંયા નિવાસ કર્યો હતો તેવી વાત પુરાણોમાં કહેવામાં આવી છે. આ દેશની અંદર પહેલું મંદિર છે જ્યાં ભગવાન શીવજીની સામે નંદી નથી. આ જ આની વિશેષતા છે.
અહીંયા નંદી ન હોવા પાછળની વાર્તા ખુબ જ રસપ્રદ છે. એક દિવસ ઈંદ્રની ભરેલી સભામાં બ્રહ્મદેવ અને શંકર વચ્ચે વિવાદ થઈ ગયો. તે વખતે બ્રહ્મ દેવને પાંચ મોઢા હતાં. ચાર મોઢા વેદોનું ઉચ્ચારણ કરતાં હતાં અને પાંચમુ નિંદા કરતું હતું. તે નિંદાથી કંટાળી જઈને શીવજીએ તે મોઢાને કાપી નાંખ્યું. તે મોઢુ તેમને ચોટીને બેસી ગયું. આ ઘટનાને લીધે તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગી ગયું અને તે પાપથી મુક્તિ મેળવવા માટે તેઓ બ્રહ્માંડની અંદર ફરી રહ્યાં હતાં. પરંતુ તેમને મુક્તિનો ઉપાય નહોતો મળી રહ્યો. એક દિવસ સોમેશ્વર બેઠા હતાં ત્યાં તેમની સામે એક ગાય અને
|
ફોટોગેલરી માટે અહીં ક્લિક કરો
ત્યાર બાદ શીવજીએ પણ રામકુંડમાં સ્નાન કર્યું. તેમને પણ બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી ગઈ. આ ગોદાવરી નદીને કિનારે એક ટેકરી હતી. શીવજી ત્યાં ચાલ્યાં ગયાં. શીવજીને ત્યાં જતાં જોઈને (ગાયનું વાછરડુ) નંદી પણ ત્યાં ગયું. નંદીને લીધે જ શીવજીને પાપમાંથી મુક્તિ મળી હતી. એટલા માટે તેમણે નંદીને ગુરૂ માન્યો અને પોતાની સામે ન બેસવા માટે અનુરોધ કર્યો.
આને લીધે જ આ મંદિરમાં નંદી નથી. એવું કહેવામાં આવે છે કે આ નંદી ગોદાવરીના રામકુંડમાં જ છે. આ મંદિરનું ખુબ જ મહત્વ છે. 12 જ્યોતિર્લીંગ બાદ આ મંદિર આવે છે તેવું માનવામાં આવે છે.
|
પુરાતન કાળમાં આ ટેકરી પર શીવજીની પીંડી હતી. પરંતુ હવે અહીંયા વિશાળ મંદિર છે. પેશવાઓના કાર્યકાળ દરમિયાન આ મંદિરનો જીર્ણૉદ્ધાર થયો હતો. મંદિરની સીડિઓ ઉતરતાંની સાથે જ સામે ગોદાવરી વહેતી જોવા મળે છે. આ જ મંદિરની અંદર પ્રસિદ્ધ રામકુંડ છે. ભગવાન રામે પણ આ કુંડની અંદર પોતાના પિતા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. આ સિવાય આ મંદિરની અંદર ઘણાં પરિસર છે.
કેવી રીતે જશો?
મુંબઈઠી નાસિક 160 કિલોમીટર છે. પુનાથી નાસિક 210 કિ.મી છે. બંને જગ્યાએથી નાસિક જવા માટે ઘણી ગાડીઓ છે.
રેલ માર્ગ
મુંબઈથી નાસિક આવવા માટે ઘણી રેલગાડીઓ છે. દેશના જુદા જુદા નગરોમાંથી નાસિક આવવા માટે પણ ગાડીઓ છે.
હવાઈ માર્ગ
હવાઈ માર્ગથી આવવા માટે મુંબઈ, પુના અને ઔરંગાબાદ હવાઈ મથક સૌથી નજીક છે.