હરે રામા - હરે કૃષ્ણા
'ગેમાભાઇ! આજે આ દીકરીને તેના સાસરે મૂકવા જવું છે, તો પછી તમે પણ સાથે જશો કે નહી?'
'ના,દરબાર! ત્રણ ટકાનુંય જ્યાં જોખમ ન હોય,ત્યાં મારું વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો પાંચ-પચીસ હજારના દાગીના હોય, એવા ગામતરમાં જ દીપે! બીજાં સપારડાં ઘણાં છે...!'
ઢોલિયો સૂતો-સૂતો હોકાની ઘૂંટ લેતાં લેતાં આવો જવાબ દેનાર આ ગેમો પચ્છેગામનો કારડિયો રજપૂત હતો. ગાહિલવાડ પંથકના પચ્છેગામની અંદર આવા કુલ ચાલિસ-પચાસ કારડિયાઓ ગરાસિયાનો પગાર ખાતા હતાં.જ્યારે વોળાવે ગામતરા માં સાથે જવું હોય, ત્યારે પસાયતા તરીકે એ બધાંય પાસેથી કામ લેવામાં આવતું હતું; પણ તે બધાંમાં ગેમો ભારે જબ્બર હતો. જે ગાડાની સામે ગેમો વોળાવિયો બનીને ચાલે, એ ગાડાને પડખે કોઇ લુટારો ચડી શકે નહિ. જેવાતેવા ને તો પેલો 'ગેમો' ઉપર મુજબના તોછડા જવાબો જ આપી દેતો હતો અને છેવટે ગેમાને વોળાવું, એ પણ કાંઇ રમત ન્હોતી!
એક દિવસ, ગામના બાપૂ ખુમાણસંગજી તરફથી ગેમાને તેડું આવ્યું. તેમની દીકરી રૂપાળીબા ભાલમાં હેબતપર ગામે સાસરવાસ હતાં. ત્યાં એ દીકરીને સીમંત હતું; જ્યારે તેણે ખોળો ભરીને તેડી લાવવાનું હતું. એક વેલડું, બે છોડિઓ, ભેળો ગેમો, અને તેમજ બીજો એક કારડિયો- એ બધાંય હેબતપર ગામે બાને તેડવા માટે ચાલ્યાં.
હેબતપરથી પચ્છેગામ આવતાં મોણપુર ગામ સુધી આશરે દશ ગાઉ લાંબું ભાલનું એક રણ છે; અને દિવસમાં તેમાં મુસાફરી શક્ય ન્હોતી, કેમકે વગર પાણીએ પ્રાણ જાય, એટલે રૂપાળીબાને રાતે જ સોંદાવવામાં આવ્યાં હતાં. વેલડીમાં રૂપાળીબા અને સાથે બે છોકરિઓ બેઠાં હતાં. બીજાં ગાડામાં ગેમો, એના બીજાં સંગાથી અને પાણીના બે માટલાં હતાં. તે પછી, ગાડાં જોદીને તારોડિયાને અજવાળે બધાં ચાલી નિકળ્યાં હતાં. રૂપાળીબા પાસે એક ડાબલો હતો, જેમાં પાંચ હજારના હેમના દાગિના હતાં; અને અંગો ઉપર પણ ભલી ભાત્યે ઘરેણાંનો શણગાર ભર્યો હતો.
ગાડાં ચાલ્યાં, એટલે ગેમો તો જાણે પારણામાં હીંચોળાવા લાગ્યો.એણે પછેડી ઓઢીને લાંબા પડતાં ઉંઘવાનું પણ શરૂં કરી દીધું! તે રીતે, ઘોર અંધારામાં એના નસકોરાં ગાજવા લાગ્યાં; જ્યારે ગાડાવાળાએ એક વાર ટપારી જોયું,'ગેમાભાઇ, રાત અંધારી છે ને તમારે ઉંઘવા જેવું પણ નથી તો થોડાં હોશિયાર રહેજો, હો બાપા!'
ગેમાએ જવાબ આપ્યો,' એલા, ઓળખછ તું આ ગેમાને?! આ 'ગેમો' જ્યાં હોય, ત્યાં લૂંટારાઓ ન ડોકાય; તું તો તારે બસ મૂંગો મરીને ગાડું હાંક્યો આવ...!'
તે પછી ગેમો નસકોરાં ગજાવવા લાગ્યો હતો- તે પણ એવા નસકોરાં, કે જે ઠેઠ બહેનને ગાડે સુધી સંભળાણાં! વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું- 'ગેમાભાઇ, બાપા! અટાણે અહીં સુવાય નહિ હોં!'
ઉંઘમાં ને ઉંઘમાં ગેમો બબડતો રહ્યો હતો - 'હું કોણ...? હું ગેમો!'
આમ કરતાં વેળાવદર ગામ વટોળી ગયા; પણ ત્યાંથી દોઢ-બે ગાઉ ઉપર એક તળાવળી આવે છે. ગાડાખેડુએ જ્યારે નજર કરી જોઇ તો તેને આધેથી તળાવડીમાં આગના તણખા ઊડતાં દેખાયા હતાં.વહેમ આવ્યો કે કોઇ ચકમક ઝેગવે છે! ગેમાને એણે હાકલ કરી કે ગેમાભાઇ, અહિં ગફલત કરવા જેવું કંઇ જ નથી, હો...!'
પણ છેવટે તો પેલાં 'ગેમા'નો ફકત એક જ જવાબ હતો- 'મને ઓળખછ? હું કોણ? ભાઇ, હું છું ગેમો!' તે પછી જ્યારે ગાડાં તળાવડી નજીક પહોંચ્યાં, ત્યારે ગાડાખેડુને 10-12 માણસોનું એક ટોળું દેખાણું અને તેની છાતી થડકી ઊઠી! પેલાં ગેમાને એણે ઢંઢોળ્યો, પણ તે તો કાંઇ ઊઠે? ભાઇ, છેવટે તે કોણ? એ તો છે 'ગેમો'!
જોતજોતામાં તો અંધારે બાર જણાં વેલડું ઘેરીને ઊભા રહ્યાં ને તે પછી પડકાર કર્યો. ત્યારે ગેમાએ ઝબકીને તેની આંખો ચોળી અને તે લોકોને હાકલ કરી, 'અરે ભઇ, મને ઓળખો છો? હું કોણ...? હું છું ગેમો! અને ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો ને પછી ગેમો જમીનદોસ્ત બન્યો.
અને ત્યારે જ એક જણે કહ્યું, 'એલા, એને ઝટપટ રીતે રણગોળીટો કરી મેલો!'
લુંટારાઓએ એને બેસાડીને એના હાથપગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભાં કરાવીને તેના ગોઠણ નીચે સોંસરી એક લાકડી નાખી. તે પછી એક ધક્કો દેતાં 'દડા'ની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને રણગોળીટો કર્યો કહેવાય છે, જેનું અર્થ બને છે-રણનો દડો અને તે રીતે એક માણસ પણ એક 'દડા'ની જેમ બની જાય છે!
'કોણ છે વેલ્યમાં? દાગિનાઓ ફગાવી દો, ઝટ!' લૂંટારાઓએ ત્રાડ દીધી.
રૂપાળીબાળાએ વેલડીના પડદા ખોલી નાખ્યાં અને તે બદમાશોના માગ્યાં પ્રમાણે પાંચ હજારના દાગિનાઓનો ડાબલો આપી દીધો. તે દરમિયાન, તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર લાગેલું સોનુંય ચળકી ઉઠ્યું.
તે પછી તરત જ બદમાશો બોલ્યાં કે 'ચલ, હવે ડિલ ઉપરથી ઘરેણું ઉતાર!'
અને બાઇએ બધાં ઘરેણાં ઉતાર્યાં; જ્યારે ફકત પગના કડલાં બાકી રહ્યાં હતાં!
'ચાલ, કડલાં પણ સાથે ઉતાર!' બદમાશોએ તે પછી બૂમ પાડી.
હવે બાઇ વિનવવા લાગ્યાં કે , 'ભાઇ, આ નરેડીનાં નક્કર કડલાં છે ને ભીડેલાં છે. વળી, હું ભર્યે પેટે છું; મારાથી નહિ ઉઘડે! માટે આટલેથી 'ખમૈયા' કરોને મારા વીરા!'
'બહુ સફાઇ કર મા, ને ઝટથી કાઢી દે!'
'ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો!' એમ કહેતાં રૂપાળીબાએ વેલડીમાં બેઠાં-બેઠાં જ પોતાના પગ લાંબા કર્યાં. પોતાના જંતરડાંની મજબૂત દોરિઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલાં ખેંચવા લાગ્યાં, અને બીજાં વાતોમાં રોકાઇ ગયાં; જ્યારે તે તરફ કોઇનું પણ ધ્યાન ન્હોતું!
રૂપાળીબાએ બહાર એક ત્રાંસી નજર નાખી અને તે પછી કોઇ ન દેખ્યું; પણ ફકત ગાડાંના આડાં (લાકડાના ધોકા) દેખાયાં. ત્યારે કોઇ રીતે પણ વિચારવાનો વખત ન્હોતો;જ્યારે કે તે કામી લૂંટારાઓ પણ પેલી રજપુતાણીના શરીરની ફકત મશ્કરી કરી રહ્યાં હતાં.
રૂપાળીબાએ તે દરમિયાન, એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલાં ખોલનારા બે જણની ખોપરી માથે અક્કેક ઘા કર્યો, જેથી તે બન્નેની ખોપરિઓ ફાટી ગઇ અને પછી તે બન્નેય ધરતી પર ઢળી પડ્યાં! ત્યાં તો ગરાસણીને શૂરાતન ચઢી ગયું ને તે આડું લઇને કૂદી પડી! દસ માણસોની આ લાડકી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતાં તે પોતે પણ ગોઠણભર થઇ જાય છે; જ્યારે પછી તે ઊઠીને ફરીથી આડાનો ઘા કરે છે! એ ઘા- એક ક્ષત્રિયણીનો ચંડી રૂપે ઘા, કે જેના પર્ પડે છે, તેને ફરી વાર ઊઠવા નથી આપતો!
અઢાર વરસની એ ગર્ભવંતી ગરાસણી લાકડીઓના ઘા અને તરવારોના ઝાટકાં ઝીલતી ઘૂમે છે. એવામાં જે દુશ્મનો પડ્યાં, તેમાંના એકની તરવાર એના હાથમાં આવી ગઇ. હવે તો તે જગદમ્બાનું રૂપ પ્રકટ કરીને સામે આવી, અને તે પછી બચેલાં બદમાશો પણ ત્યાંથી પલાયન કરી ગયાં...!
ગેમો પણ બીજી તરફ રણગોટીળો થતાં ઝાંખરામાં પડેલો હતો. ત્યારે બાઇએ કહ્યું,"છોડી દો પેલાં બાયલાંને!"
છૂટીને ગેમો ચાલ્યો ગયો ને કોઇ રીતે મોં બતાવી ન શક્યો; જ્યારે કે ફરી વાર તે પચ્છેગામમાં ડોકાણો નહિ!
જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી રહી અને તેના બધાં અંગો પર લોહી નીતરતું હતું. આ સિવાય, તેના નેત્રોમાંથી ઝાળો છૂટતી હતી. હાથમાં લોહીથી તરબોળ તરવાર હતી; જાણે કે તે કાળી રાતે કોઇ 'ચંડિકા' પ્રકટ થઇ હતી... વાહ, ગરાસણી! વનના ઝાડવાં જોઇ રહ્યાં હતાં.
ગાડામાં બેસવાની એણે ના પાડી, કેમકે ધીંગાણું કરનાર માનવી તેમાં બેસી શકે નહી ને ત્યારે એના શરીરમાં શૂરાતન ફાટફાટ થતું હોય છે! ચાહે તેટલા 'ઘા' પડ્યાં હોય, પણ એ ગાઉઓના ગાઉ સુધી ચાલી શકે છે અને અંતે, તેનું લોહી પણ શાંતિ પામે નહી! રૂપાળીબા હવે ગાડાની પાછળ-પાછળ ચોપાસ નજર કરતાં આગળ ચાલી નિકળ્યાં.
સવાર પડ્યું, ત્યાં મોણપરનું પાદર આવ્યું, જે એમના મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યાં કે તે તરત કંસુબો લઇ આવે; અને તે પછી મામા કંસુબો લઇને ત્યાં હાજર થયાં હતાં. દીકરીને જખ્મોની પીડા ન દેખાય, તે માટે કંસુબો લેવરાવ્યોં. મામાએ આગ્રહ કર્યો કે 'બેટા, અહીં રોકાઇ જાઓ.'
રૂપાળીબાએ 'ના' પાડતાં કહ્યું કે તેને જલ્દીથી ઘરે પહોંચવું છે અને તેના બાપૂને મળી લેવું છે!
બહેન પચ્છેગામમાં પહોંચે, તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાતો પ્રસરી ગઇ હતી અને તેની સામે બધાંય લોકોને ચેતવવામાં આવ્યું હતું કે કોઇ પણ એનાં વખાણ કરશે નહી! ઊલટું, એને પાછી પાડવા જેવાં વેણ કહેજો, નહીતર બહેબને ચમક ઊપડશે.
'ચમક' ઊપડે, એટલે માણસ મરી જાય!
લોહી નીતરતાં છેવટે બહેન આવ્યાં અને તેમણે ઢોલિયામાં સુવાડ્યાં. તે પછી, બધાંય ઠપકો દેવા લાગ્યાં કે 'બેટા, બહુ અઘટિત કર્યું. પાંચ હજારના ઘરેણાં જાત, તો બાપૂને ક્યાં ખોટ આવી જાત..!''
એક પહોરમાં તો તેનો જીવ ચાલ્યો ગયો; પણ એનો ઇતિહાસ હજુ પણ કાયમ છે!