Daily Horoscope
✕

અમદાવાદમાં બ્રિજોની સફાઈ, રાત્રી દરમિયાન પાણીથી ધોવાનો પ્રયોગ, 8 ટન માટી નિકળી

Updated: મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (12:03 IST)
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન શહેરભરમાં આવેલા ૪૫ બ્રિજ, અંડરબ્રિજ અને ફ્લાયઓવરબ્રિજોની મોટાપાયે સફાઇ કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં પ્રથમ વખત જ પાણીના ટેન્કરો વડે બ્રિજો ધોવાની કામગીરી કરાઇ હતી. બ્રિજો પરથી આશરે ૮ ટન માટી ઉપાડવામાં આવી હતી. અઢીસોથી વધારે સફાઇ કામદારો, ૪૦થી વધુ સ્વીપીંગ મશીનો આ કામગીરીમાં જોતરવામાં આવ્યા હતા.
સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ હેઠળ શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાની દિશામાં મ્યુનિ.તંત્ર દ્વારા અથાક પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં અવનવા પ્રયોગો પણ કરાઇ રહ્યા છે. સૂકો-ભીનો કચરો અલગ ઉપાડવાની સાથે તમામ રોડ રસ્તાઓ પર ડસ્ટબીનો મુકવાની સાથે હવે બ્રિજો, અંડરપાસ પર પણ સફાઇ માટે ધ્યાન અપાઇ રહ્યું છે.
રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી બ્રિજોને પાણીથી ધોવામાં આવી રહ્યા છે. નોંધપાત્ર છેકે બ્રિજ, અંડરપાસ પર મોટાભાગે સફાઇ થતી નથી. ત્યાં ડિવાઇડરમાં તેમજ બ્રિજની બંને સાઇડ પર માટી ભરાયેલી રહે છે. જે વાહનસ્લીપ થવા માટે પણ મોટાભાગે કારણભૂત છે.
તા.૨૨ અને ૨૩ ડિસેમ્બરના રોજ આ સફાઇ કામગીરી કરાઇ હતી. જેમાં પૂર્વ ઝોનમાં ૩, પશ્ચિમ ઝોનમાં ૧૭, ઉત્તર ઝોનમાં ૪, દક્ષિણ ઝોનમાં ૬, મધ્ય ઝોનમાં ૯, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૩ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૩ બ્રિજોની પાણીના મારાની સાથે અત્યાધુનિક સાધનોની મદદથી સફાઇ કરાઇ હતી.

વધુ જુઓ..

Diwali snacks recipe- દિવાળીના ફરસાણ

સુરતી ઘારી રેસિપી: ઘરે બનાવો સુરતની પ્રખ્યાત પરંપરાગત મીઠાઈ

કરવા ચોથ પર પહેરો આ 8 શુભ રંગનાં કપડાં, સુંદર દેખાવની સાથે મળશે પરંપરાગત લુક

શુ તમે પણ પ્રાઈવેટ પાર્ટને સાબુથી કરો છો સાફ, તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ નુકશાન

દિવાળીમાં ગેસ સામે કલાકો સુધી ઊભા રહેવું નથી? ઓછા સમયમાં તૈયાર થઈ જાય એવી 7 સ્વાદિષ્ટ વાનગીઓ

વધુ જુઓ..

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજને બોમ્બની ધમકી, 27 નવેમ્બર સુધી થશે હુમલો, મુંબઈના મેયરને મળ્યો મેલ

રણબીર કપૂરની રામાયણનો જબરદસ્ત ક્રેઝ, ટિકિટની કિમંત પહોચી 3000 ને પાર, એડવાંસ બુકિંગમાં 5 કરોડથી વધુ કમાણી

આગળનો લેખ
Show comments