શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 ડિસેમ્બર 2018 (15:22 IST)

જસદણમાં ભાજપના કુંવરજી બાવળીયા હારે છે ના લખાણથી તંત્ર દોડતું થયું

જસદણમાં પેટાચૂંટણીને લઈને ચાલતા પ્રચાર દરમિયાન કુંવરજી બાવળિયા વિરુદ્ધ લખાયેલા લખાણને લઈને ભાજપ આક્રમક બન્યુ છે અને ચૂંટણી પંચ તેમજ પોલીસને ફરિયાદ કરી છે. ગઈકાલે શહેરની સિવિલ હોસ્પિટલની દિવાલ પર મોટા અક્ષરોમાં ગુલામી  હવે બંધ, કુંવરજી હારે છે. તેવુ લખાણ લખાયેલું જોવા મળી રહ્યું છે. જે બાદ ભાજપ આક્રમક તેવર અપનાવ્યા છે અને સરકારી મિલકતોમાં લખાણને લઈને ચૂંટણી પંચ અને પોલીસને ફરિયાદ કરી છે. પોલીસે લખાણ લખનારા અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.આજ સવારથી જ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષના નેતાઓ જસદણમાં પ્રચાર કરવા માટે નીકળી પડ્યા છે. આ બંન્ને પક્ષના નેતાઓ દ્વારા વિવિધ વિવાદિત નિવેદનો આપીને આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આવા સમયે કુવરજી બાવળીયા વિરુદ્ધ મોટા અક્ષરે લખાણ લખવામાં આવતા રાજકીય ગરમાવો વધ્યો છે.શહેરની સિવિલ હોસ્પિટલની દિવાલ પર મોટા અક્ષરોમાં લખવામાં આવ્યુ છે કે ‘ગુલામી હવે બંધ, કુંવરજી હારે છે.’ આવા પ્રકારના લખાણથી પોલીસ પણ હરકતમાં આવી છે અને આ લખાણ કોણે લખ્યુ છે તેની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આગીમી 20 ડિસેમ્બરે જસદણની પેટાચૂંટણી યોજાવાની છે.આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંન્ને માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે. ભાજપ અે કોંગ્રેસ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. ભાજપ હારી તો રૂપાણી સરકારની પ્રતિષ્ઠાનું ધોવાણ થશે અને કોંગ્રેસ હારી તો ધાનાણી અને ચાવડા હાઈકમાન્ડની ગુડબુકમાંથી બહાર નીકળી જશે. અામ ભાજપ અને કોંગ્રેસ બંનેને આ ડર છે.