સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 ડિસેમ્બર 2018 (11:57 IST)

3 રાજ્યોના પરિણામો જોતા લોકસભા-2019ની ચૂંટણી માટે ભાજપ રણનીતિમાં ફેરફાર થશે

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોના વિપરીત પરિણામોથી ભાજપને લોકસભા ચૂંટણી ૨૦૧૯ની તૈયારીઓ માટે ઘડેલી રણનીતિમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવા પડે તેમ છે. ખાસ કરીને ભાજપ શાસિત આ ત્રણ રાજ્યોમાં જે મુદ્દાઓ પર સત્તા ગુમાવવી પડી છે એવી નબળી પરિસ્થિતિનું નિર્માણ થતાં ગુજરાતમાં સ્હેજમાં જ રહી ગયું છે ત્યારે પ્રદેશ ભાજપે અત્યારથી જ તેની ચિંતા કરવી પડે તેમ છે. આ ચિંતા-મંથન માટે રવિવારે પ્રદેશ ભાજપની એક મહત્વની બેઠક શ્રી કમલમ્‌ ખાતે મળી રહી છે

. લોકસભાની ચૂંટણી પૂર્વે દેશના પાંચ રાજ્યોની ચૂંટણીને રાજકીય પક્ષો સેમી ફાઇનલ તરીકે મૂલવતા હતા. આ ચૂંટણી માટે ભાજપે શરૂઆતથી જ વિશેષ રણનીતિ તૈયાર કરી અમલમાં મૂકી હતી. પરંતુ ગુજરાતની જેમ જ ખેડૂતોની નારાજગી, સવર્ણો અને અન્ય અનામત મેળવનાર વર્ગોમાં અનામતને લઇને અસંતોષ, યુવાનોને રોજગારી, વધતો જતો ક્રાઇમ રેટ જેવા મુદ્દાઓથી ભાજપને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં ભાજપ ૧૫ વર્ષથી સત્તા પર હતો અને અનેક પ્રકારના લોકરંજક કાર્યક્રમો, યોજનાઓને લાગુ કરી છેવાડાના માનવી સુધી તેનો લાભ પહોંચાડવામાં મોટાભાગે સફળ પણ થયો હતો. પરંતુ સત્તા વિરોધી જનમાનસ, કેન્દ્રની ભાજપના વડપણ હેઠળની એનડીએ સરકારની નીતિઓના કારણે જનતાએ ભાજપને એક લાલબત્તી સમાન જનમત આપ્યો છે. ભાજપમાં લાંબા સમયથી પ્રવર્તતી પરિસ્થિતિમાં કાર્યકરો, સ્થાનિક નેતાગીરીના અવાજને જ સાંભળવાનો બંધ કરી દેવાયો હોય તેવું કાર્યકરો માની રહ્યા છે.