સંબંધિત સમાચાર
- નાયલોન પોહા ચિવડા
- દિવાળી ફરસાણ - ચોળાફળી Chorafali
- 25 દિવાળીની સ્પેશિયલ રેસીપી - જાણો ઝટપટ કેવી રીતે બનાવવી ચોળાફળી, મઠિયા આવી જે 25 રેસીપી માત્ર એક ક્લિકમાં
- Diwali Recipe- ખસ્તા ખારા શક્કરપારા
- Diwali Recipe 2025 - દિવાળી માટે માવા વગરનો પરફેક્ટ દૂધનો પેંડા બનાવો, જે અંદર આવતાની સાથે જ મોઢામાં પીગળી જાય, જાણો સરળ રીત.
દિવાળીની ખાસ રેસીપી મઠીયા બનાવવાની રેસીપી
સામગ્રી : એક કિલો મઠનો લોટ, 200 ગ્રામ અડદનો લોટ, 50 ગ્રામ સફેદ મરચું, 5 ટેબલ સ્પૂન મીઠુ અથવા સ્વાદ પ્રમાણે મીઠુ, 100 ગ્રામ દળેલી ખાંડ,અજમો 2 ટી સ્પૂન, તળવા માટે તેલ (પાતળાં મઠિયામાં હળદર નાખવી નહી)
બનાવવાની રીત -
- એક કપ ગરમ પાણીમાં ખાંડ ઓગાળી લો,
- એક કપ પાણીમાં સફેદ મરચુ, મીઠું અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો.
- બંને લોટને બરાબર મિક્સ કરી લો.
- હવે તેમા ખાંડનુ પાણી અને સફેદ મરચાનુ પાણી નાખી કઠણ લોટ બાંધો.
- હવે આ લોટને સાધારણ તેલ નાખી સારી રીતે કૂટીને અને ખેંચો.
- લોટ એકદમ નરમ પડી જવો જોઈએ.
- લોટને એક સરખા લુવા પાડી લો અને તેને ઢાંકી મુકો.
- હવે આ લૂઆને થાળી પર પ્લાસ્ટિક મુકી તેના પર તેલ લગાવી પાતળા મઠિયા વણી લો.
- મઠિયા ઉપરાઉપરી મુકતા જાવ જેથી સુકાય નહી.
- બધા મઠિયા વણાય જાય કે તેલ ખૂબ સારી રીતે તપાવી પછી મધ્યમ તાપ પર તળી લો.
નોંધ : મઠિયા તરત જ તળાય જાય છે તેથી તેને જલ્દી જલ્દી કાઢવા જોઈએ.
