ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 ડિસેમ્બર 2018 (15:18 IST)

મહિલા દ્વારા સંચાલિત જુગારધામ ઝડપાયું, 47 શકુનીઓની અટકાયત

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાયખડમાં ચાલતા જુગારધામ પર રેડ પાડીને 47 જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે આ તમામ લોકો પાસેથી સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે જુગાર ચલાવનાર મુખ્ય આરોપી મહિલા સહિત ત્રણ શખ્સો ફરાર છે જેને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.ઝડપાયેલા તમામ આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી રાયખડ મિલના કમ્પાઉન્ડમાં તંબુ બાંધીને જુગાર રમતા હતા. આ અંગે મળતી માહિતી મળતા જ સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે રેડ કરી હતી. છેલ્લા ઘણા સમયથી પરસી ક્રિશ્ચન નામની મહિલા આ જુગારધામ ચલાવતી હતી જોકે ખુલ્લામાં નાસીર અને અન્ય તીન પત્તીનો જુગાર રમાડતા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરતા સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ વચ્ચે વિવાદનો વંટોળ ઉભો થયો છે.સ્થાનિક પોલીસનું કહેવું છે કે આ રેડ દરમિયાન કેટલાક લોકો જુગાર નહિ રમતા હોવા છતાં પણ તેમને આરોપી તરીકે ઊભા કરી દેવાયા છે. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોતાની કામગીરી બતાવવા માટે આરોપીઓને ઝડપેલા બતાવી દેશે. પરંતુ જુગાર ચલાવનાર વ્યક્તિઓ કે જે મુખ્ય સૂત્રધાર છે તેના સુધી નથી પહોંચી શકી નથી. બીજી તરફ સવાલ એ પણ છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાલતા આ જુગારધામ અંગે પોલીસે કાર્યવાહી કેમ ન કરી હતી.