1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : શનિવાર, 22 જૂન 2024 (09:04 IST)

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

મુદ્દા-1 પ્રસ્તાવના 2. 
 
કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ  તો ઝવેરી જ કરી શકે ને ! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ"  પણ એ રૂઢિચુસ્ત પાગલોને કયાં  ખબર છે કે દિલ્હીના તખ્તા પર સોળ વર્ષ સુધી સોનેરી કિરણો પાથરનાર કોઈ મર્દ નહિ પણ એક અજનબી નારી હતી. તેના પાયામાં કામ કરનાર હોય તો કેળવણીરૂપી પારસમણિ હતો. જેમ પારસમણિના સ્પર્શથી લોહ સુવર્ણમાં પલટાઈ જાય તેમ કેળવણી રૂપી પારસમણિના સ્પર્શથી કામિની કંચનમાં ફેરવાઈ જાય છે. 
 
સ્ત્રીઓના ઉદ્દાર માટે આજે સ્ત્રી કેળવણી મહત્વની છે સ્વામી દયાનંદે લખ્યું છે કે, એક પુરૂષ શિક્ષિત અને સુસંસ્કૃત હોય તો નાત્ર તે એકલો જ ઉપયોગી બને છે, પરંતુ એક સ્ત્રી શિક્ષિત, સમજદાર અને સુયોગ્ય હોય તો સમગ્ર કુટુંબ સુદૃઢ બનાવે છે. 
 
 
હાલના સામાજિક દૂષણોને ડામવા, વહેમ અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થવા સ્ત્રી કેળવણી જરૂરી છે. આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલ હશે તો 33 ટકા અનામતની જરૂર રેહ્શે નહિ . સમાજ સાચા અર્થમાં સમાજ બનશે. આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલ હશે તો સાક્ષરતા અભિયાનની જરૂર રહેશે નહિ, કારણકે બાળકો શરૂઆતની કેળવણી પોતાની માતા પાસેથી મેળવશે. સષ્ટિનું એક પણ ક્ષેત્ર એવું નથી કે જયાં સ્ત્રીઓને ડગ ન માંડયા હોય્ પુરૂષોને શરમાવે એવા સિદ્ધિનાં સોપાનો સ્ત્રીઓને સર કર્યા હોય તો તે આજની કેળવણે આભારી છે. કેળવણીના કસબને કારણે જ આજના સમાજમાંથી કન્યાવિક્રય, બાળ લગ્ન અરે! લાકડે માંડકું વળગાડવાના દૂષણોનો અંત આવ્યો છે. પુરૂષપ્રધાન સમાજમાં સ્ત્રી એ હવે પુરૂષના હાથનું રમકળું  રહ્યું નથી. કે જેને ઘરની ચાર દીવાલોમાં પૂરી જેમ નચાવવું હોય એમ નચાવી કે રમાડી શકે? કારણ સ્ત્રી હવે પુરૂષ સમોવડી બની છે. કેળવણી પામેલ સ્ત્રી આજના સમાજના અને રૂઢિચુસ્ત વર્ગના કરતૂતો બહાર પાડવા મેદાને પડી છે અને તેની યશ કલગી કેળવણી છે. 
 
ગઈકાલની સ્ત્રી દહેજની આગમાં સળગતી, ઘરની ચાર દીવાલમાં પુરાઈ રહેતી હતી. પરંતુ આજે? આજે આ સ્થિતિ રહી નહી આજની સ્ત્રા વિજ્ઞાન અને સાહિત્યથી માંડીને રાજકારાણ સુધીના ક્ષેત્ર પહોંચી ગઈ છે. ઈન્દિરા ગાંધી, માર્ગરેટ થ્રેચર, શેખ હસીના, ચંદ્રિકા કુમારતુંગે વગેરેના દ્ર્ષ્ટાંતો આપણી આંખ સામે જ છે. ઋતુભરા અને ઉમાભારતી જેવી સ્ત્રીઓ સારી વકતા બની  શકી છે.પોતાનું વ્યકતિત્વ અલગ પાડીને કિર્ણ બેદી જેવી સ્ત્રીઓ સારી લેખિકા પણ બની શકી છે. આ બધાનું મૂળ કારણ શું ? કેળવણી જ ને!આજે ગુજરાતમાં અનેક સંસ્થાઓમાં  કેટલીય વિદ્યાર્થીઓ કેળવણી મેળવી રહી છે,જે એકવીસમની સદીના ભવિસઃયને જરૂર ઉજ્જ્વળ બનાવશે! 
કન્યા કેળવણીના વિકાસ અને પ્રચાર-પસાર માટે વર્તમાન સરકાર અનેકા સારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. 
 
આમ આજના યુગમાં સ્ત્રી - કેળવણીનું  અનેરું મહ્ત્વ છે. જો સ્ત્રીઓને ઉચ્ચ કેળવણી સાપવામ આ& આવે તો આપણને વધુ સમજદાર પુત્રીઓ, વધુ પ્રેમાળ પત્નીઓ અને વધુ સુશીલ માતાઓ મળી શકે તેમ છે અને તેઓ જ વધુ સારા નાગરિકો ઘડી શકે જેમાં શંકાને સ્થાન નથી. 
 
અંતમાં એટલું જ કહેવાનું- કન્યા કેળવણીનો રથ દરેક દરેક મા બાપે ખેંચવો જ પડશે. દીકરીઓને ભણાવવી પડશે. એની ચિંતા સમાજે કરવી પડશે. જો દીકરી ભણે તો તેના માતાપિતાનું ઘર અને તેના સાસરિયાનું એમ બે ઘર તરી જાય છે.