Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ
Shattila Ekadashi Vrat 2026
Shattila Ekadashi Kyare Che: હિન્દુ ધર્મમાં દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લપક્ષમાં પડનારી એકાદશી તિથિ ભગવાન વિષ્ણુની પૂજ માટે અત્યાધિક શુભ માનવામાં આવે છે. પણ જ્યારે આ એકાદશી મહા મહિનાના કૃષ્ણપક્ષમાં પડે છે અને ષટતિલા એકાદશી કહેવાય છે ત્યારે તેનુ મહત્વ ખૂબ વધી જાય છે. ષટતિલા એકાદશીના વ્રતમાં તલનુ ખૂબ વધુ મહત્વ માનવામાં આવ્યુ છે. હિન્દુ માન્યતા મુજબ આ પાવન એકાદશીમાં શ્રી હરિને તલથી બનેલા ભોગ અર્પિત કરવા અને તલનુ દાન કરવાથી સાધકના બધા દોષ અને પાપ દૂર થાય છે અને તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવો લક્ષ્મી સંગ નારાયણની કૃપા વરસાવનારા અને સુખ સમૃદ્ધિને વધારનારી ષટતિલા એકાદશી વ્રતની સાચી તારીખ, પૂજા અને પારણનો યોગ્ય સમય અને ધાર્મિક મહત્વ વિશે જાણીએ.
ષટતિલા એકાદશીનુ શુભ મુહૂર્ત
શ્રી હરિની કૃપા વરસાવનારી ષટતિલા એકાદશી 14 જાન્યુઆરી 2026 બુધવારે રાખવામાં આવશે. પંચાગ મુજબ માઘ મહિનાના કૃષ્ણપક્ષમા પડનારી એકાદશી તિથિ 13 જાન્યુઆરી 2026 ના રોજ બપોરે 03:17 વાગે શરૂ થઈને બીજા દિવસે 14 જાન્યુઆરી 2026 ના રોજ સાંજે 05:52 વાગ્યા સુધી રહેશે.
ષટતિલા એકાદશી પૂજા વિધિ
ષટતિલા એકાદશી વ્રત કરવા માટે સાધકને આ પાવન દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને જો શક્ય હોય તો ગંગા સ્નાન કરવુ જોઈએ. જો ગંગાતટ પર ન જઈ શકો તો ઘરમાં ન્હાવાના જળમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો. તન ને મનથી પવિત્ર થયા બાદ સૌથી પહેલા સૂર્ય નારાયણને અર્ધ્ય આપો. ત્યારબાદ ભગવાન વિષ્ણુનુ ધ્યાન કરતા ષટતિલા એકાદશી વ્રતનો વિધિ વિધાનથી કરવાનો સંકલ્પ કરો. ત્યારબાદ તમારા પૂજા ઘર મંદિર વગેરે માં શ્રી હરિને સૌથી પહેલા ગંગાજળ અર્પિત કરો. ત્યારબાદ ચંદન, પુષ્પ, ફળ, મિષ્ઠાન, ધૂપ, દિપ વગેરે અર્પિત કરો. ત્યારબાદ શ્રી હરિનુ ગુણગાન કરનારી એકાદશી વ્રતની કથાનો પાઠ કરો અને પૂજાના અંતમા ભગવાન વિષ્ણુની આરતી કરો. પછી પંજીરી અને પંચામૃત વગેરેનો ભોગ લગાવ્યા બાદ બધાને પ્રસાદ વહેંચો અને પોતે પણ ગ્રહણ કરો.
ષટતિલા એકાદશીનુ ધાર્મિક મહત્વ
હિન્દુ માન્યતા મુજબ ષટતિલા એકાદશી વ્રત વિધિ વિધાનથી કરવાથી સાધક પર શ્રી હરિની કૃપા થાય છે અને તેના જીવન સાથે જોડાયેલ દરેક દુખ, દારિદ્રય અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. આ વ્રત બધા પાપોનો નાશ કરીને વ્યક્તિને બધા સુખ પ્રદાન કરે છે. ષટતિલા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી સાધક બધા સુખોનો ભોગીને અંતમા વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુના આ પાવન વ્રતમાં દોષોને દૂર કરવા અને મનોકામનાને પૂરી કરવા માટે તલનો છ રીતે (સ્નાન, ઉબટન, હવન, તર્પણ, ભોજન અને દાન) પ્રયોગ થાય છે.