સંબંધિત સમાચાર
- Meladi maa mandir- દ્વિમુખી મેલડી માતાનું મંદિર રાજકોટ્
- Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા
- ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય
- Paush Purnima 2026: પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું રહે છે શુભ, ઘરમાં આવે છે ધન અને સમૃદ્ધિ
- Shukrawar Na Upay: વર્ષના પહેલા શુક્રવારે કરો આ દુર્લભ ઉપાય, આખા વર્ષ દરમિયાન નહીં રહે પૈસાની કમી
જય મેલડી માઁ- માં મેલડી માતાનો મંત્ર કરે છે સિદ્ધ કામ
સૂર્યના તેજ જેવી કાળી કાંતિ ચારે તરફ ફેલાયેલ છે. માનું રૂપ ભયાનક બિહામણું છે. તેમનું વાહન કાળો બોકડો હોઈ બોકડા પર માતાજી આરૂઢ થયેલાં છે. અષ્ટ હાથવાળા મેલડી માના હાથમાં ગાળા, ચક્ર, તલવાર, ધનુષ્ય-બાણ ખપ્પર ગરવો અને ત્રિશૂલ શોભે છે. એક હાથ આશિષ આપતો ખાલી છે. માનું રૂપ નજરમાં તરત જ વસી જાય તેવું છે. મેલડી માતાજી મેલાં ગણાયેલ દેવી છે. આથી મેલી વિદ્યાનાં સાધકો મસાણી મેલડીને ભજી સિદ્ધિઓ મેળવે છે. તેઓ અનેક નામે ઓળખાય છે.
માં મેલડી કલયુગ ની આદ્યશક્તિ દેવી છે જોગમાયા છે મહામાયા છે કલયુગ માં ઘરે ઘરે પૂજાસે એવા ભગવાન શિવશંભુની કૃપા મળે છે. મેલડી મા સમય સમયે અનેક રૂપ ધારણ કરી પોતાના ભક્તો ના દુઃખ દૂર કર્યા છે,
માં મેલડી એ નવ દુર્ગા નું તેજ છે, માં મેલડી માં કરે એવું કોઈ ના કરી શકે. મેલડી માનો મંત્ર નીચે મુજબ છે
ૐ મેલડી માતા નમો નમઃ
ૐ એં હ્રીમ કલીં નમો નમઃ