Daily Horoscope
✕

સૌથી ઊંચા સ્ટેચ્યુ પછી હવે ગુજરાતમા 129 કરોડના ખર્ચે બનસે લોટસ પાર્ક, જુઓ પહેલી ઝલક

Updated: શનિવાર, 7 માર્ચ 2026 (13:50 IST)
Lotus park ahmedabad
ગુજરાતમાં 182 ફૂટ ઊંચી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી', સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અને હવે બની રહેલા લુલુ મૉલ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદમાં એક ભવ્ય 'લોટસ પાર્ક' બનાવવામાં આવશે. આ પાર્ક એટલો વિશાળ અને સુંદર હશે કે તે દિલ્હીના પ્રખ્યાત લોટસ ટેમ્પલ કરતા પણ વધુ આકર્ષક બની રહેશે તેવી અપેક્ષા છે.
 

પ્રોજેક્ટનો ખર્ચ અને હેતુ
 

હેરિટેજ સિટી અમદાવાદને નવા અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરવાની ઝુંબેશ હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ. 128.8 કરોડ  ના ખર્ચે આ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના વારસા અને આસપાસના વિસ્તારોની સુંદરતા વધારવાનો છે, જેથી તે નાગરિકો અને પ્રવાસીઓ માટે મનોરંજન અને આકર્ષણનું નવું કેન્દ્ર બની શકે.

<

AMC to develop a Lotus Park

 It will represent flowers from all States of India
 Each petal of the flower-shaped building will represent the flowers from a specific State.
 Moisture, temperature, and other factors will be controllable

 20 cr as initial amount allocated. pic.twitter.com/H1CzdJx1nP

— The Index of Gujarat (@IndexofGujarat) February 7, 2024 >
 

લોટસ પાર્કનું સ્થળ અને ડિઝાઇન
 

શરૂઆતમાં આ પાર્ક એસ.જી. હાઇવે પર ગોતા વોર્ડમાં બનાવવાનું આયોજન હતું, પરંતુ હવે તેને દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડના શેલામાં આવેલા ધતલા તળાવ પર બનાવવામાં આવશે. આ પાર્ક 12,445  ચોરસ મીટરના વિશાળ પ્લોટ પર આકાર પામશે. તેની ડિઝાઇન સંપૂર્ણપણે કમળના ફૂલના આકારની હશે, જે તેને એક અનોખો અને ભવ્ય દેખાવ પ્રદાન કરશે.
 

ફ્લોરલ મ્યુઝિયમ અને અન્ય સુવિધાઓ
 

આ લોટસ પાર્કની સૌથી મોટી વિશેષતા તેમાં બનનારું 'ફ્લોરલ મ્યુઝિયમ' હશે. અહીં ભારતના દરેક રાજ્યના વિશિષ્ટ ફૂલોને એક જ જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવશે, જ્યાં દરેક વિભાગ જે-તે રાજ્યની ફૂલોની ઓળખ દર્શાવશે. આ ઉપરાંત, વિવિધ દેશોના ફૂલો પણ અહીં જોવા મળશે. સાબરમતી નદી પર બનેલા આકર્ષક અટલ બ્રિજની જેમ જ, આ લોટસ પાર્ક પણ પૂર્ણ થયા બાદ અમદાવાદની એક નવી ઓળખ અને સીમાચિહ્ન બની રહેશે.

વધુ જુઓ..

ખૂબ જ સ્વાદિષ્ટ શાક ''કડાઈ મશરૂમ'' પરાઠા સાથે ખૂબ જ સરસ જાય છે.

શિયાળામાં કબજિયાતની સમસ્યાથી છો પરેશાન તો છુટકારો મેળવવા માટે અપનાવો આ સહેલા ઉપાય

Dinner menu Recipe - સ્વાદિષ્ટ જિરા રાઈસ, કાશ્મીરી પનીર મસાલા, છોલે-ભટૂરે અને 2 પ્રકારની બરફીની રેસિપી

શિયાળામાં બનાવો બાજરીની 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ, જાણો સરળ રેસિપી

મેથી બટાકાનું શાક

વધુ જુઓ..

Yeh Prem Mol Liya Review: સિનેમાઘરોમાં સૂરજ બડજાત્યાની યે પ્રેમ મોલ લિયા રજુ, જાણો આયુષ્યમાન-શારવરીની કેવી છે ફિલ્મ

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

આગળનો લેખ
Show comments